Breaking News : સુરતમાં ગ્રાહકોના Video બાદ તંત્ર એક્શનમાં, D-Mart થી Blinkit સુધી તંત્રનો સપાટો
સુરતમાં ઓનલાઈન ફૂડમાં ભેળસેળનો ખેલ સામે આવ્યો છે. D-Martથી Blinkit સુધી તંત્રનો સપાટો બોલી ગયો છે.ફૂડ ક્વોલિટી પર સવાલો થઈ રહ્યા છે. તો મસમોટો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.ગ્રાહકોના વીડિયો બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે.બેદરકારી બદલ સ્ટોર્સને દંડ અને નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતમાં બ્લિંકિટ સામે પાલિકાની કડક કાર્યવાહી સામે આવી છે.TV9 ના અહેવાલ બાદ પાલિકા તંત્રે હરકતમાં આવ્યું. સુરત ભેળસેળિયા વેપારીઓ બાદ ઓનલાઈન કંપનીઓ સામે કાર્યવાહી સામે આવી છે. છેલ્લા એક મહિનામાં 5 મોટા સ્ટોલ અને ઓનલાઇન ગોડાઉન પર તપાસ કરવામાં આવી છે. ઓનલાઈન ગોડાઉનમાં ખાદ્ય વસ્તુની ગુણવત્તા પર ગંભીર સવાલ ઉઠ્યા છે. આરોગ્ય વિભાગે હલકી ગુણવત્તા સામે દંડ અને નોટિસની કામગીરી હાથ ધરી છે.
લીંબાયતમાં ડી માર્ટને રૂ. 75 હજાર, અડાજણના ડી માર્ટને 10 હજારનો દંડ તો વેસુના બ્લિન્કીટ ગોડાઉનને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉધના વિસ્તારના બ્લિન્કીટને રૂ. 5 હજાર દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રાહકોએ વીડિયો બનાવીને વાયરલ કર્યા બાદ તંત્રએ કાર્યવાહી કરી છે.
આરોગ્ય સાથે ચેડા
બ્લિન્કીટના ગોડાઉન પર આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે.વેસુ વિસ્તારમાં 13 હજાર, અંબાજી મંદિર વિસ્તારમાં 2 હજારનો દંડ, પાલ ગૌરવપથના ગોડાઉનને 6 હજારનો દંડ ફટકારાયો છે.ઉધના અને ડિંડોલીના ગોડાઉનને 5 હજાર અને 28 હજારનો દંડ છે.D-Martની બેદરકારીને પગલે પણ મસમોટો દંડ ફટકારાયો છે. ગોડાદરાના ડિ-માર્ટને 75 હજાર અને 5 હજારનો દંડ, અડાજણ અને પાંડેસરાના ડિ-માર્ટને 10-10 હજારનો દંડ ફટકારાયો છે.
સિંગણપોરમાં આવેલા ડિ-માર્ટને પણ 25 હજારનો દંડ ,Zeptoની રાંદેર તાડવાડી બ્રાન્ચને 25 હજારનો દંડ અપાયો છે.TGB, એલ.પી. સવાણીને 2 હજાર અને ડિંડોલી, ખરવાસા 45 હજારનો દંડ,Relianceની ઉધના બ્રાન્ચને 10 હજાર, પાલ બ્રાન્ચને 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. માપોદરા, વરાછાની બ્રાન્ચને 15,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. Instamartની વિવિધ બ્રાન્ચ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.વેસુના ગોલ્ડમાઇન શોપર્સને 20,000 અને અન્ય બ્રાન્ચને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
બ્રેડમાં મોટા પાયે ફૂગ નીકળી
બ્લિન્કીટ સ્ટોર પર ફૂગવાળી બ્રેડ મળતા ગ્રાહકનો હોબાળોસુરતમાં બ્લિન્કીટ પરથી મંગાવેલી બ્રેડમાં મોટા પાયે ફૂગ નીકળી ડિલિવરીની ગણતરીની મિનિટોમાં પેકેટ ખોલતા બ્રેડ સડેલી જોવા મળીબ્રેડ પર ફૂગ દેખાતા ગ્રાહક સીધો સ્ટોર પર પહોંચ્યો હતો.સ્ટોર મેનેજર અને સ્ટાફે જવાબદારી લેવાને બદલે એપ પર ફરિયાદ કરવા કહ્યું હતુ.પેકેટ પર એક્સપાયરી ડેટ બાકી હોવા છતાં બ્રેડની ગુણવત્તા સામે સવાલખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે ગ્રાહકે ઉગ્ર સવાલો ઉઠાવ્યાફૂડ સેફ્ટી વિભાગની કામગીરી અને કંપનીની બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.