Breaking News : 15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો , આજે પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.પંચમહાલ અનેક સ્થળે ધોધમાર વરસાદ વરસ્યો છે. ઘોઘંબા અને જાંબુઘોડા પંથકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા ગરમીમાંથી રાહત મળી છે.15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

| Updated on: Jun 18, 2026 | 9:50 AM

રાજ્યમાં અનેક જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે.15 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.મહિસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ પોણા છ ઈંચ વરસાદથી પાણી પાણી થયું હતુ.અરવલ્લીના ભિલોડા અને મહેસાણાના સતલાસણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. તોઅરવલ્લીના ધનસુરા, ખેડાના ગલતેશ્વર અને કપડવંજમાં બે ઈંચથી વધુ વરસાદ અને પંચમહાલના ઘોઘંબા અને જાંબુઘો઼ડામાં પણ બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

આજે પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, મહેસાણામાં વરસાદ વરસી શકે છે. વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો નર્મદા અને ભરૂચમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. વહેલી સવારે વરસાદ પડતા સ્કૂલ અને ઓફિસ જતા લોકો થોડીવાર અટવાયાં હતા.

 

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે. તેમાંથી એક ઋતુ ચોમાસુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. અહી ક્લિક કરો

Published On - 9:49 am, Thu, 18 June 26

Follow Us