Breaking News : વાવાઝોડુ અર્નબ ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાયું, માલકાનગિરીમાં વેર્યો વિનાશ

Breaking News : વાવાઝોડુ અર્નબ ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાયું, માલકાનગિરીમાં વેર્યો વિનાશ

| Updated on: Sep 24, 2026 | 4:35 PM

સાયક્લોન 'અર્નબ'એ ઓડિશાના માલકાનગિરી જિલ્લામાં ભારે તબાહી મચાવી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લો જળમગ્ન થઈ ગયો છે. વરસાદની સાથે ફૂંકાયેલા સુસવાટા મારતા તેજ પવનોને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે.

ચક્રવાત ‘અર્નબ’ ઓડિશાના માલકાનગિરીમાં ત્રાટક્યું છે. વાવાઝોડાના કારણે જિલ્લામાં ભારે તબાહી સર્જાઈ છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, વાવાઝોડાને લઈને હજુ “આગામી કેટલાક કલાકો મહત્વના બની શકે છે. વાવાઝોડુ ત્રાટકવાનું હતું તેવા અહેવાલને લઈને જિલ્લાનું વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.”

સાયક્લોન ‘અર્નબ’એ ઓડિશાના માલકાનગિરી જિલ્લામાં ભારે તબાહી મચાવી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લો જળમગ્ન થઈ ગયો છે. વરસાદની સાથે ફૂંકાયેલા સુસવાટા મારતા તેજ પવનોને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે. કેટલાક વિસ્તારોમાં માર્ગ અને પુલને પણ નુકસાન થયું છે. માર્ગને થયેલા નુકસાનને કારણે વિવિધ વિસ્તારો વચ્ચે રસ્તાથી સંપર્ક તૂટી ગયો છે.

અહેવાલો અનુસાર, સતત ભારે વરસાદને કારણે માલકાનગિરીમાં નદીઓ અને નાળાઓમાં જળસ્તર વધી ગયું છે. કાંકુરુકોન્ડા, કન્યાશ્રમ, MV-90 અને MV-96 પુલ પરથી ત્રણથી ચાર ફૂટ ઊંડા પૂરના પાણી વહી રહ્યા છે. પરિણામે, માલકાનગિરી અને કાલીમેલા, મોટુ તથા પોડિયા વિસ્તારો વચ્ચેનો સંપર્ક ખોરવાઈ ગયો છે.

Bank strike Breaking News : બેંકોએ ગ્રાહકોને કરી જાણ, તમારા બેંકીગ કામ પતાવી લેજો, 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન બેંક કર્મચારીઓની છે હડતાલ

Published on: Sep 24, 2026 04:34 PM
Follow Us
Loading...
Unable to load recommendations.