Botad News: ગઢડા રોડ પર ચાલતા જુગારના અડ્ડા પર રેડ, 3 મહિલા સહિત 8 જુગારીઓની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 18, 2023 | 9:18 AM

બોટાદ શહેરના પ્રખ્યાત ગઢડા રોડ પર આવેલી રાધે કૃષ્ણ એપાર્ટમેન્ટમાં જુગાર રમાતો હતો, પોલીસને મળેલી માહિતી દ્વારા રેડ કરતા જુગાર રમતા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. આ રેડમાં 30 હજાર રોકડ, 7 મોબાઈલ સહિત 10 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

Botad News: બોટાદ શહેરના ગઢડા રોડ પર જુગારના અડ્ડા પર પોલીસે રેડ કરી છે, પોલીસની રેડમાં 8 જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો: Botad News: SP ઓફિસ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કર્યુ રક્તદાન, જુઓ Video

બોટાદ શહેરના પ્રખ્યાત ગઢડા રોડ પર આવેલી રાધે કૃષ્ણ એપાર્ટમેન્ટમાં જુગાર રમાતો હતો, પોલીસને મળેલી માહિતી દ્વારા રેડ કરતા જુગાર રમતા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેમાં 2 મહિલાનો સમવેશ થાય છે, આ રેડમાં 30 હજાર રોકડ, 7 મોબાઈલ સહિત 10 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. હાલ આ જુગાર કોણ રમાડી રહ્યું હતું તેના વિશે પોલીસ પુછપરછ કરી રહી છે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)