દિલ્લી અને ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમા આગામી 5 દિવસ હાડ ધ્રૂજાવતી ઠંડીની આગાહી

દિલ્લી અને ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમા આગામી 5 દિવસ હાડ ધ્રૂજાવતી ઠંડીની આગાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2023 | 9:34 AM

અગામી 5 દિવસમા દેશના પંજાબ, હરિયાણા, દિલ્લી, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં કાતિલ ઠંડીનો પડે તેવી શક્યતા છે. જ્યારે આગામી 5 દિવસમા મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાતિલ ઠંડી પડી રહી છે. જેના કારણે ઠંડીમા લોકો ઠુંઠવાતા જોવા મળી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી આગામી દિવસોમાં દેશમા ઠંડીનું જોર વધશે. જેના કારણે લોકોને શીત લહેરનો અનુભવ થશે. ખાસ કરીનો મોડી સાંજથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતા કેટલાક શહેરોમાં રાત્રિના તાપમાનનો પારો અતિશય નીચો જતો રહે છે. જેમાં પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે ઠંડી વધવાની વકી છે. તારીખ 4 જાન્યુઆરીની રાત્રે મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો નીચો ઉતર્યો છે. જો કે હાલમાં ઉત્તર ભારતના રાજ્યોમાં પણ હાડ ધ્રૂજાવતી ઠંડી પહી રહી છે તો કાશ્મીરમાં પણ બરફ વર્ષા થઈ છે. તેની અસરરૂપે ગુજરાતની સાથે સમગ્ર દેશમાં પણ જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા સૌથી વધારે ઉત્તર ભારતમાં કોલ્ડવેવ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. જેમા અગામી 5 દિવસમા દેશના પંજાબ, હરિયાણા, દિલ્લી, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. જ્યારે આગામી 5 દિવસમા મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">