Video : લોકસભા ચૂંટણીને લઇને ભાજપ એકશન મોડમાં, દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના સીએમ સાથે બેઠક

|

May 28, 2023 | 12:02 PM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં યોજાવવાની છે. આ બેઠકમાં તમામ ભાજપ શાસિત રાજ્યના સીએમ અને ડેપ્યુટી સીએમ બેઠકમાં હાજર રહેશે. આ બેઠક બપોરે 3 વાગે દિલ્લી કમલમમાં યોજાશે. જેમાં મળતી માહિતી મુજબ લોકસભાની ચૂંટણી ને લઈને રાજ્યોની તૈયારી અને આગામી આયોજન અંગે બેઠક યોજાશે.

Delhi : લોકસભાની (Lok Sabha Election)ચૂંટણીની તૈયારીઓને લઇને ભાજપ(BJP)એક્શન મોડમાં છે. જેના પગલે આજે દિલ્લીમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી છે. આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં યોજાવવાની છે. આ બેઠકમાં તમામ ભાજપ શાસિત રાજ્યના સીએમ અને ડેપ્યુટી સીએમ બેઠકમાં હાજર રહેશે. આ બેઠક બપોરે 3 વાગે દિલ્લી કમલમમાં યોજાશે. જેમાં મળતી માહિતી મુજબ લોકસભાની ચૂંટણી ને લઈને રાજ્યોની તૈયારી અને આગામી આયોજન અંગે બેઠક યોજાશે.

જેપી નડ્ડાએ ભાજપના સાંસદોને આ સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ સાથે જ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ મોદી સરકારના કામ પર જનતા પાસેથી સીધો પ્રતિસાદ લેવાની તૈયારી કરી રહી છે. ભાજપના સાંસદો સરકારની યોજનાઓ અંગે જનતા પાસેથી સીધો અભિપ્રાય લેશે અને ભાજપ હાઈકમાન્ડને આપશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાજપના સાંસદોને આ સૂચના આપી હતી.

વાસ્તવમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ એક મહિનાથી સંપર્ક અભિયાન ચલાવી રહ્યું છે. આ દરમિયાન ભાજપના તમામ સાંસદોને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે. આ મુદ્દે છેલ્લા પાંચ દિવસમાં જેપી નડ્ડાએ બે વાર વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાજપ સાંસદો સાથે સંપર્ક કર્યો હતો.

જેપી નડ્ડાએ સાંસદોને કહ્યું કે જ્યારે લાભાર્થીઓ સાથે વાત કરો. તેમનો પ્રતિભાવ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જનતાનો સાચો પ્રતિભાવ હાઈકમાન્ડ સુધી પહોંચાડવો જોઈએ. નડ્ડાએ કહ્યું કે મોદી સરકાર પાસેથી જનતાને શું મળ્યું અને સરકાર પાસેથી શું અપેક્ષા છે, તેની સાચી માહિતી આપો. જનતાને પૂછો કે તેમને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો યોગ્ય લાભ મળી રહ્યો છે કે નહીં, કોઈ સમસ્યા નથી. લાભાર્થીઓને પણ યાદ અપાવાશે કે સરકારે તેમના માટે શું કર્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video