Video: આજે જગન્નાથજી ધારણ કરશે ગજવેશ ! પ્રભુના આ ગણપતિ સ્વરૂપનું રહસ્ય શું છે ?

|

Jun 05, 2023 | 3:28 PM

જ્યેષ્ઠાભિષેક બાદ જગન્નાથજી (jagannath) અને બળભદ્રજીને ગજવેશ ધારણ કરાવાય છે. ગજવેશ ધરીને જગન્નાથજી તેમના ભક્તોને ગણપતિ રૂપે દર્શન દે છે. વર્ષમાં માત્ર આ એક જ દિવસ જગન્નાથજીના આ દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે

આજે જેઠ સુદ પૂર્ણિમાનો અવસર છે. આ દિવસે સમગ્ર ભારતના વિવિધ જગન્નાથ મંદિરોમાં સ્નાન યાત્રાનું આયોજન થાય છે. પ્રભુ જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનો મહાભિષેક કરવામાં આવે છે. અને ત્યારબાદ જગન્નાથજી અને બળભદ્રજીને ગજવેશ ધારણ કરવવામાં આવે છે. આ ગજવેશ શું છે ? અને તેનું મહત્વ શું છે ? આવો, તે વિશે વાત કરીએ.

જગન્નાથજીનો ગજવેશ

ભક્તવત્સલ જગન્નાથ ભક્તોને તેમના ભાવ અનુસાર દર્શન દે છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે પ્રભુનો ગજવેશ. જેઠ સુદ પૂનમના અવસરે જ્યેષ્ઠાભિષેક બાદ જગન્નાથજી અને બળભદ્રજીને ગજવેશ ધારણ કરાવાય છે. ગજવેશ ધરીને જગન્નાથજી તેમના ભક્તોને ગણપતિ રૂપે દર્શન દે છે. વર્ષમાં માત્ર આ એક જ દિવસ જગન્નાથજીના આ દિવ્ય સ્વરૂપના દર્શન થાય છે. કે જેની ઝલક નિહાળવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે.

પ્રચલિત કથા અનુસાર જગન્નાથજીએ તેમના ભક્તો માટે આવું ગણપતિ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમના આ રૂપ સાથે રાજા ગંગદેવ તેમજ ગણપતિ ભટ્ટની કથા જોડાયેલી છે. આખરે, તે કથા શું છે ? તે કથા જાણવા અહીં ક્લિક કરો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Published On - 8:44 am, Sun, 4 June 23

Next Video