Mythology : શું તમને ખબર છે કે દેવી નર્મદા શા માટે ઉલ્ટી દિશામાં વહે છે ? જાણો રસપ્રદ કથા

|

Jun 16, 2021 | 8:38 AM

આપણા દેશમાં ઘણી નદીઓ છે, જેને પવિત્ર માનવામાં આવે છે. આ નદીઓ સંબંધિત કથાઓનું વર્ણન પણ આપણા ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે, મા ગંગા પૃથ્વી પર અવતરિત થયા હતા અને તેમણે હસ્તિનાપુર નરેશ સાથે વિવાહ પણ કર્યા હતા. મહારથી ભીષ્મ તેમનો જ પુત્ર હતા.

આપણા દેશમાં ઘણી નદીઓ (River) છે, જેને પવિત્ર માનવામાં આવે છે. આ નદીઓ સંબંધિત કથાઓનું વર્ણન પણ આપણા ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે, મા ગંગા પૃથ્વી પર અવતરિત થયા હતા અને તેમણે હસ્તિનાપુર નરેશ સાથે વિવાહ પણ કર્યા હતા. મહારથી ભીષ્મ તેમના જ પુત્ર હતા.

પરંતુ કોઈ એ નથી જાણતા કે દેવી નર્મદાનો જન્મ પણ પૃથ્વી પર થયો હતો અને તેને પ્રેમમાં દગો મળ્યો હતો, તેથી દેવી નર્મદા જીવનભર કુવારા રહ્યા હતા. તો ચાલો જાણીએ કે, દેવી નર્મદાને પ્રેમમાં દગો કોણે કર્યો હતો અને તેથી જ તે આજીવન કુંવારા રહ્યા હતા.

કથા અનુસાર દેવી નર્મદા રાજા મૈકલના પુત્રી હતા. નર્મદા રેવા તરીકે પણ ઓળખાય છે. નર્મદા જ્યારે લગ્ન માટે લાયક થયા, ત્યારે તેમના પિતાએ તેમની પુત્રી નર્મદા માટે એક શરત રાખી. શરત એ હતી કે, જે કોઈ રાજકુમાર ગુલબકાવલીના ફૂલ રાજા મૈકલની પુત્રી નર્મદાને આપશે તેના સાથે નર્મદાના વિવાહ થશે.

થોડા સમય બાદ સોનભદ્ર નામના રાજકુમાર રાજા મૈકલ પાસે ગુલબકાવલીના ફૂલો લઈને આવ્યા. રાજકુમાર જોવામાં ખૂબ સુંદર હતા. તેમની સુંદરતા અને પરાક્રમની ચર્ચાઓ ચારે બાજુ થતી હતી. રાજા મૈકલે તે જ સમયે તેની પુત્રી નર્મદાના લગ્ન સોનભદ્ર સાથે કરવાનું નક્કી કર્યું. લોકોના મુખે સોનભદ્રની પ્રશંસા સાંભળી નર્મદાને રાજકુમાર સાથે પ્રેમ થઈ ગયો. લગ્ન થોડા દિવસો બાદ થવાના હતા.

દેવી નર્મદાને રાજકુમાર સોનભદ્રને જોવા ઈચ્છા થઈ, તેથી રાજકુમારી નર્મદાએ તેની દાસી જુહિલા દ્વારા રાજકુમારને સંદેશ મોકલવાનું નક્કી કર્યું. ત્યારે દાસી જુહિલાએ રાજકુમારી પાસે તેના વસ્ત્ર અને ઘરેણા માંગ્યા અને તેને પહેરી સોનભદ્ર પાસે સંદેશો લઈ મળવા પહોચી.

દાસી જુહિલાએ રાજકુમારને કહ્યું નહીં કે, તે રાજકુમારી નર્મદાની દાસી છે. તેથી રાજકુમારે દાસીને રાજકુમારી સમજી તેના પર મોહિત થયા. લાંબા સમય બાદ જ્યારે દાસી જુહિલા પરત ના ફરી ત્યારે રાજકુમારી નર્મદા સ્વયં સોનભદ્રને મળવા પહોચ્યા. તે સમયે નર્મદાએ જોયું કે દાસી જુહિલા અને રાજકુમાર સોનભદ્ર એક બીજાના પ્રેમમાં ખોવાયેલા હતા. આ દ્રશ્ય જોઈ નર્મદા દેવી ગુસ્સે થયા. તે જ ક્ષણે નર્મદા ત્યાથી વિપરિત દિશામાં ચાલવા લાગ્યા અને ફરી ક્યારેય પરત ના ફર્યા.

કહેવાય છે કે પ્રેમમાં મળેલા આ દગાને કારણે દેવી નર્મદા બંગાળ સાગરને બદલે અરબ સાગરમાં સમાય છે. દેવી નર્મદાએ તે જ સમયે પ્રતિજ્ઞા કરી કે તે કદી વિવાહ નહી કરે અને હંમેશ માટે કુંવારા રહેશે. એવું પણ કહેવામાં આવે છે કે, નર્મદાની વેદના તેના વહેતા પાણીના પ્રવાહમાં આજે પણ અનુભવી શકાય છે. તેનું પ્રમાણ એ છે કે, દેશની તમામ પ્રમુખ નદીઓ બંગાળ સાગરમાં વિલિન થાય છે, પરંતુ નર્મદા જ એક એવી નદી છે જે અરબ સાગરમાં સમાય છે.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

આ કથા પણ વાંચો : Mythology : શું તમને ખબર છે, મહાભારતના યુદ્ધમાં લાખો સૈનિકોનું ભોજન કોણે બનાવ્યું ? જાણો રસપ્રદ કથા

Next Video