ભગવાન શ્રીરામની કુંડળીમા મજબૂત ગ્રહો હોવા છતા કેમ રહ્યો સંઘર્ષ? કયા ગ્રહોએ અપાવ્યો વનવાસ, કોણે કરાવ્યો લગ્નમાં વિલંબ, જુઓ વીડિયો

ભગવાન શ્રીરામની કુંડળીમા મજબૂત ગ્રહો હોવા છતા કેમ રહ્યો સંઘર્ષ? કયા ગ્રહોએ અપાવ્યો વનવાસ, કોણે કરાવ્યો લગ્નમાં વિલંબ, જુઓ વીડિયો

| Updated on: Jan 01, 2024 | 3:57 PM

ભગવાન શ્રી રામની કુંડળીમાં 6 જેટલા ગ્રહ સ્વગ્રહી રહ્યા કે જેમણે તેમને પ્રતાપી અને અજય રાજા તો બનાવ્યા સાથે અમુક ગ્રહોએ તેમને દિર્ઘાયુના આશિર્વાદ પણ આપ્યા. શ્રી રામની કુંડળીમા અમુક ગ્રહો એવા પણ રહ્યા કે જેમણે વનવાસ પણ અપાવ્યો અને લગ્નમા વિલંબ પણ કરાવ્યો.

ભગવાન શ્રી રામનો જયજયકાર દેશભરમાં ચાલી રહ્યો છે. રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે અયોધ્યામાં, દાયકાઓની લડત, સમજાવટ અને સમજૂતિ બાદ આખરે રામ લલ્લા જ્યાં બિરાજમાન થવાના હતા તેનું માળખુ ગોઠવાઈ ગયું છે. દેશભરમાં અયોધ્યામાં રામ પ્રવેશ કરશે તે ભાવના સાથે જોરદાર રીતે તૈયારીઓ સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

આ બધા વચ્ચે સ્વાભાવિક પણે ભક્તો હોય કે સામાન્ય જન તેમને ભગવાન રામ વિશે જેટલુ વધારે જાણવા મળે તે ગ્રાહ્ય કરવા માટે તૈયાર રહેતા હોય છે. આ જ વિષયમાં ટીવી 9 ડિજિટલ દ્વારા ખાસ ભગવાન શ્રી રામની કુંડળી કે જે વિવિધ સોશ્યલ પ્લેટફોર્મ પર અધિકૃત ગણાવવામાં આવી અને જેને વિદ્વાનોએ પણ સમર્થન આપ્યું તેના માધ્યમથી જાણવાનો પ્રયાસ કર્યો કે શ્રી રામચંદ્રજીની કુંડળીમાં એવા તે કયા યોગો હતા કે જેમણે સંઘર્ષ પણ કરાવ્યો અને સફળતાની શિખરે પણ લઈ ગયા.
ટીની 9 સાથે આ મુદ્દે જાણીતા જ્યોતિષ વિદ્ ચેતન પટેલ દ્વારા માહિતિ પુરી પાડવામાં આવી હતી કે ભગવાન શ્રી રામની કુંડળીમાં 6 જેટલા ગ્રહ સ્વગ્રહી રહ્યા કે જેમણે તેમને પ્રતાપી અને અજય રાજા તો બનાવ્યા સાથે અમુક ગ્રહોએ તેમને દિર્ઘાયુના આશિર્વાદ પણ આપ્યા. શ્રી રામની કુંડળીમા અમુક ગ્રહો એવા પણ રહ્યા કે જેમણે વનવાસ પણ અપાવ્યો અને લગ્નમા વિલંબ પણ કરાવ્યો.
ઘણા બધા રસપ્રદ સવાલો અને જવાબોની આ ચર્ચા તમે વિડિયોમાં જાણી શકશો કે જે સંશોધન બાદ અને કુંડળીને જોયા બાદ જ્યોતિષ વિદ્ ચેતન પટેલ દ્વારા પુરી પાડવામાં આવી છે. તો વાચકો પણ તેમની કુંડળી વિશે હવે વધારે સારી માહિતિ મેળવી શકશે.
Published on: Jan 01, 2024 03:56 PM
g clip-path="url(#clip0_868_265)">