પવિત્ર ધનુર્માસમાં બોટાદના સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવને અન્નકૂટ ધરાવાયો

|

Jan 16, 2021 | 3:49 PM

બોટાદના સાળંગપુરમાં હનુમાનજીને 51 પ્રકારના ધાન્યમાંથી બનેલા રોટલા, 30 પ્રકારના શાક   પવિત્ર ધનુર્માસની શરૂઆત થતાંની સાથે જ સાળંગપુર ધામ ધમધમી રહ્યું છે. આ પવિત્ર મહિનાના શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ અન્નકૂટ ધરવામાં આવ્યો. કોઠારી વિવેકસાગર સ્વામીના જણાવ્યા મુજબ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના ઈતિહાસમાં પહેલીવાર દાદાને 51 પ્રકારના ધાન્યમાંથી બનેલા રોટલાનો થાળ ધરવામાં આવ્યો છે. જેમાં શક્કરિયા, […]

બોટાદના સાળંગપુરમાં હનુમાનજીને 51 પ્રકારના ધાન્યમાંથી બનેલા રોટલા, 30 પ્રકારના શાક

 

પવિત્ર ધનુર્માસની શરૂઆત થતાંની સાથે જ સાળંગપુર ધામ ધમધમી રહ્યું છે. આ પવિત્ર મહિનાના શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ અન્નકૂટ ધરવામાં આવ્યો. કોઠારી વિવેકસાગર સ્વામીના જણાવ્યા મુજબ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના ઈતિહાસમાં પહેલીવાર દાદાને 51 પ્રકારના ધાન્યમાંથી બનેલા રોટલાનો થાળ ધરવામાં આવ્યો છે. જેમાં શક્કરિયા, ટામેટાં, લાલ જુવાર, મઠ, મૂળાની ભાજી,પોંક, રાગી, નાયલી અને કોંગ સહિતના રોટલાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. રોટલાની સાથેસાથે 30 પ્રકારના શાક, અવનવા મિષ્ઠાન, દહીં, છાશ સહિતના વ્યંજનો ધરાવવામાં આવ્યા. આ બધા જ વ્યંજન ભક્તોએ પોતાના ઘરેથી જ મોકલાવ્યા હતા. આ નિમિત્તે મંદિરના ગર્ભગૃહને વિશેષ રીતે સજાવવામાં આવ્યું હતું. દાદાને રજવાડી વાઘા પહેરાવી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં થઈ રહેલા ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન અઠવાડિયાની મહેનતનું પરિણામ છે. એટલું જ નહીં ભગવાન સ્વામિનારાયણ રોટલા બનાવતા હોય એવી ઝાંખીઓ પણ મૂકવામાં આવી હતી. કોરોના સંકટને કારણે હરિભક્તોએ ઓનલાઈન અને રૂબરૂ દર્શનનો લ્હાવો લીધો હતો.

Published On - 12:55 pm, Sun, 20 December 20

Next Video