AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

02 August 2025 રાશિફળ વીડિયો: કઈ રાશિના જાતકોએ કાર્યક્ષેત્રે ખૂબ જ સાવધાની રાખવી પડશે, જુઓ Video

02 August 2025 રાશિફળ વીડિયો: કઈ રાશિના જાતકોએ કાર્યક્ષેત્રે ખૂબ જ સાવધાની રાખવી પડશે, જુઓ Video

Manish Gangani
| Edited By: | Updated on: Aug 02, 2025 | 6:59 AM
Share

આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે નવા વ્યવસાયિક સંબંધોની શરૂઆત લઈને આવશે. ચાલો જાણીએ કે, આજનું તમારું રાશિફળ શું કહી રહ્યું છે.

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આજે તમારું કેવું રહેશે સ્વાસ્થ્ય સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા રાશિફળમાં.

મેષ રાશિ :-

આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ કાર્યોમાં અવરોધ થશે. વ્યવસાયિક ક્ષેત્રે શાંતિપૂર્ણ ઉકેલ શોધવો પડશે અને બિનજરૂરી દલીલો ટાળવી. ઓછી આવક અને વધુ ખર્ચની રહેશે.

વૃષભ રાશિ  :-

આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે વ્યવસાયિક યાત્રાઓમાં ખાસ ફાયદાકારક સાબિત થશે. મહત્વપૂર્ણ કાર્યોમાં સંઘર્ષ બાદ સફળતા મળશે. તમારી બુદ્ધિ અને વિવેકથી કામ કરવું.

મિથુન રાશિ :-

આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે સારા સમાચાર સાથે શરૂ થશે, જેનાથી ઉત્સાહ વધશે. કાર્યસ્થળે મિત્રોના સહયોગથી કામ થશે. વ્યવસાયમાં ઉતાર-ચઢાવ રહેશે અને આવક ઓછી અને ખર્ચ વધુ થશે

કર્ક રાશિ:-

આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રે સાવધાની રાખવાનો છે, અજાણ્યા પર આંધળો વિશ્વાસ ન કરવો અને ગુસ્સો પર ખાસ ધ્યાન રાખવું પડશે. મહત્વપૂર્ણ કાર્યમાં કાળજીપૂર્વક નિર્ણય લેવો.

સિંહ રાશિ:-

આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે નકામી દોડધામ સાથે શરૂ થશે. કાર્યસ્થળે વાણી તથા ગુસ્સા પર નિયંત્રણ રાખવું. વ્યવસાયમાં નવા ભાગીદારો મળશે અને પરિસ્થિતિમાં સુધારો થશે.

કન્યા રાશિ:-

આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે વ્યવસાય ક્ષેત્રે લાભદાયી ઘટનાઓ બનશે. કાર્યક્ષમતામાં વધારો કરવો અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહેવું પડશે.

તુલા રાશિ:-

આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે રોજગારની શોધ પૂર્ણ કરનારો અને મજૂરોને કામની તક પૂરી પાડનારો રહેશે. કંપનીઓમાં કામ કરતા લોકોને મહત્વપૂર્ણ જવાબદારીઓ મળશે.

વૃશ્ચિક રાશિ:-

આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રે વિરોધીઓના કાવતરાથી સાવધાન રહેવું પડશે. વ્યવસાયમાં ઉતાર-ચઢાવ આવશે અને કોઈ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો.

ધન રાશિ :-

આજનો દિવસ ધન રાશિના જાતકો માટે પ્રગતિમય રહેશે. કાર્યક્ષેત્રે નવી યોજનાઓ બનશે અને ભવિષ્યમાં સારા લાભ મળવાની શક્યતા છે. તમારી હિંમત અને બુદ્ધિમત્તાથી પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ બનાવી શકશો.

મકર રાશિ :-

આજનો દિવસ મકર રાશિના જાતકો માટે નવા વ્યવસાયિક સંબંધોની શરૂઆત લઈને આવશે. કાર્યસ્થળે તમારા કાર્ય અનુભવની પ્રશંસા થશે અને મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળશે.

કુંભ રાશિ:- 

આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે જૂના મિત્રને મળવાનો અને સ્પર્ધામાં સફળતા મળશે. આજે સંપત્તિ અને મિલકતમાં વધારો થશે, નોકરીમાં વધારાની જવાબદારીથી આવક વધશે.

મીન રાશિ:- 

આજનો દિવસ મીન રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ કાર્યોમાં સંઘર્ષ વધશે અને સામાજિક કાર્યમાં સંયમ રાખવો પડશે. આર્થિક રીતે, ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો અને બિનજરૂરી ખર્ચ વધી શકે છે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">