દસ મહાવિદ્યાના આ મંત્રનો કરશો જાપ, તો જીવનના સઘળા કષ્ટ થઈ જશે સમાપ્ત !

|

Apr 04, 2022 | 9:57 AM

દસ મહાવિદ્યાની સાધના સરળ નથી. પરંતુ, આ સાધના અશક્ય પણ નથી. એમાં પણ ચૈત્રી નવરાત્રીમાં આ દસ મહાવિદ્યાની ઉપાસનાનો જ સવિશેષ મહિમા છે. કારણ કે આ ઉપાસના જ વ્યક્તિને ભોગ અને મોક્ષ બંન્નેની પ્રાપ્તિ કરાવે છે !

દસ મહાવિદ્યા (das mahavidya) એ ‘તંત્રસાધના’ સાથે જોડાઈ છે. અને એટલે જ સામાન્ય લોકો તેનાથી દૂર રહેવાનું યોગ્ય માને છે. પરંતુ, વાસ્તવમાં વ્યક્તિના આંતરિક વિકાસ માટે જ તંત્રસાધનાનો ઉદ્ભવ થયો છે ! કે જેનું અંતિમ લક્ષ્ય છે ‘સર્વાંગી કલ્યાણ’. અને જીવને એ જ ‘સર્વાંગી કલ્યાણ’ની પ્રાપ્તિ કરાવે છે દસ મહાવિદ્યા. કહે છે કે કળિયુગમાં દસ મહાવિદ્યાની ઉપાસનાથી ઉત્તમ બીજું કશું નથી. દસ મહાવિદ્યાની સાધના સરળ નથી. પરંતુ, આ સાધના અશક્ય પણ નથી. એમાં પણ ચૈત્રી નવરાત્રીમાં આ દસ મહાવિદ્યાની ઉપાસનાનો જ સવિશેષ મહિમા છે. ત્યારે આવો આપણે દસ મહાવિદ્યાને પ્રસન્ન કરવાના મંત્ર જાણીએ.
તંત્રશાસ્ત્રમાં વર્ણિત પૂજા પદ્ધતિ અનુસાર શ્રદ્ધાળુઓએ એક જ સ્થાન અને એક જ આસન પર બેસીને દસ મહાવિદ્યાને સિદ્ધ કરી શકે છે. અલબત્ મહાવિદ્યાઓના કેટલાંક ઉગ્રરૂપોને ‘સિદ્ધ’ કરવા સ્મશાન સાધનાની પણ જરૂર પડે છે. પરંતુ, તે દરેક માટે ફરજીયાત નથી.

ફળદાયી મંત્ર
1. માતા કાલી
।। ૐ કાગા કાલિકા નમ: ।।

2. દેવી તારા
।। ૐ હ્રીં સ્ત્રીં હું ફટ્ ।।

3. દેવી છિન્નમસ્તા
।। ૐ ક્લીં હ્રીં એં વેરોચનીયમ્ હું હું ફટ સ્વાહા ।।

4. માતા ષોડશી
।। ૐ હસ્ત્રીં સકલસ્ત્રીં હસ્ત્રોં ।।

5. માતા ભુવનેશ્વરી
।। ૐ એં હ્રીં શ્રીં નમ: ।।

6. માતા ત્રિપુર ભૈરવી
।। ૐ હસ્ત્રીં ત્રિપુર ભૈરવીયે નમ: ।।

7. દેવી ધૂમાવતી
।। ધૂં ધૂં ધૂમાવતી ઠ: ઠ: ।।

8. માતા બગલામુખી
।। ૐ હ્રીં હ્રીં હ્રીં બ્રહ્મવિદ્યા સ્વરૂપિણી સ્વાહાઃ ।।

9. માતા માતંગી
।। ૐ હ્રીં ક્લીં હૂં માતંગ્યૈ ફટ્ સ્વાહા ।।

10. માતા કમલા
।। ૐ એં હ્રીં ક્લીં હસૌં: જગત્પ્રસૂત્યૈ નમ: ।।

માન્યતા અનુસાર જે દસ મહાવિદ્યાના આ મંત્રોને સિદ્ધ કરી લે છે, તેને જીવનમાં ભોગની અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કે વિશ્વમાં એવું કશું જ નથી હોતું કે જે દસ મહાવિદ્યાની કૃપા બાદ સિદ્ધ ન કરી શકાય.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : માતા ચામુંડાએ કેવી રીતે કર્યો ચંડ-મુંડનો સંહાર? જાણો ચોટીલાધામના ચંડી-ચામુંડાનો મહિમા

આ પણ વાંચો : તમારી દરેક ચિંતાને દૂર કરશે દુર્ગા સપ્તશતીનો આ અધ્યાય! જલદી જ જાણી લો તમારા ફાયદાની વાત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Published On - 9:55 am, Mon, 4 April 22

Next Video