Bhakti : ભગવાન શિવ પાંડવોથી કેમ હતા નારાજ અને પાંડવોને શા માટે લેવો પડશે પુનઃ જન્મ વાંચો આ રોચક કથા

|

Mar 17, 2021 | 8:54 AM

Bhakti : તમે જાણતા હશો કે મહાભારત યુદ્ધના અંતે અશ્વત્થામાએ પાંડવોના પુત્રોની હત્યા કરી હતી. પરંતુ શું તમને ખબર છે કે, પાંડવોએ તેમના પુત્રોની હત્યા માટે ભગવાન શિવને દોષી માની તેમની સાથે યુદ્ધ કર્યું હતું. તો, ચાલો જાણીએ પાંડવો અને ભગવાન શિવના યુદ્ધની રોચક કથા.

આ વાત છે મહાભારત યુદ્ધના અંતિમ દિવસની. યુદ્ધના અંતિમ દિવસે દુર્યોધને અશ્વત્થામાને કૌરવોની સેનાના, સેનાપતિ તરીકે નિમણૂક કરી. દુર્યોધને અશ્વત્થામાને કહ્યું કે, હું પાંચ પાંડવોને મૃત અવસ્થામાં જોવા ઇચ્છું છું. અશ્વત્થામા દુર્યોધનને વચન આપી, તેના બાકી રહેલા સૈન્ય સાથે મળી પાંડવોનો વધ કરવા માટે એક યોજના બનાવી. બીજી તરફ, શ્રી કૃષ્ણ ભગવાન જાણતા હતા કે, મહાભારતના અંતિમ દિવસે કઈંક અહિત થશે. આ સમસ્યાથી બચવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ આદિ દેવ ભગવાન શિવની આરાધના શરૂ કરી. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રાર્થના કરતા શિવજીને કહ્યું કે, હે પ્રભુ હું તમને વંદન કરું છું, તમે કૃપા કરી મારા પરમ ભક્ત એવા પાંડવોની રક્ષા કરો. શ્રી કૃષ્ણની સ્તુતિ સાંભળી ભગવાન શિવ નંદી પર સવાર થઈ રક્ષા કરવા માટે પાંડવો પાસે આવ્યા. ભગવાન શિવ પહોચ્યા ત્યારે બધા પાંડવો શિબિર પાસે આવેલી નદીમાં સ્નાન કરવા ગયા હતા.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

આ કથા પણ જુઓ : તમને ખબર છે મનોકામના માટે ક્યાં બનાવાય છે ઉંધો સ્વસ્તિક અને મનોકામના પૂર્ણ થવા પર મહિલાઓ બનાવે છે સીધો સ્વસ્તિક ? જાણો અવનવી પંરપરા

Next Video