આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડે. આ૫નું સ્વાસ્થ્ય કદાચ નરમગરમ રહે. આ૫ તન અને મનથી થાક મહેસૂસ કરો. બની શકે તો પ્રવાસ યાત્રા આજે ટાળવો. જીદ્દી વલણ ટાળવું. સ્વાસ્થ્ય સંભાળવું. પેટને લગતાં દર્દ થવાની શક્યતા છે. સંતાનોના પ્રશ્ન અંગે ચિંતા રહે. આજે કોઇપણ કાર્યમાં સફળતા મળે. કામની વઘુ પડતી ભાગદોડમાં ૫રિવાર માટે ઓછો સમય ફાળવી શકશો. ૫રિણામે કુટુંબીજનો સાથે મનદુ:ખ ઊભું ન થાય તે જોવું.
આજનો દિવસ મઘ્યમ રહેશે. આજે આ૫ કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને પૂરતા આત્મવિશ્વાસથી કરી શકશો. આજે પિતાથી સંપત્તિથી લાભ થવાનો યોગ છે. કુટુંબમાં પણ પિતાના પક્ષે વ્યવહાર થાય. કલાકારો અને રમતવીરો માટે ખૂબ સારો દિવસ છે. આજના દિવસે તેમની પ્રતિભા અને ૫રફોર્મેન્સ દેખાડવાનો મોકો મળશે. સંતાનો પાછળ ખર્ચ કે રોકાણ થાય.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આજનો દિવસ આ૫ના માટે સારો અને લાભકારક નીવડશે. મિત્રો, ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના આ૫ના સંબંધો સુમેળભર્યા રહે. આર્થિક બાબતો માટે આજે તમે વઘુ સજાગ રહો. રોકાણકારોએ સાવચેતીપૂર્વક તેમનું મૂડી રોકાણ કરવું. આજે આ૫ના વિચાર સ્થિર ન રહેતાં તેમાં ઝડપી ફેરફારો થઇ શકે છે. આજે તન મનથી તાજગી સ્ફૂર્તિ અનુભવાય. નવા કાર્યોના શુભારંભ માટે સારો દિવસ છે. વિરોધીઓને મહાત કરી શકો. એકંદરે આજનો દિવસ ભાગ્યવૃદ્ઘિ અને આનંદ ઉલ્લાસનો દિવસ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આજે આ૫નો દિવસ મધ્યમ ફળ આ૫નાર નીવડશે. આજે આ૫ને ચિત્તમાં ગ્લાનિનો ભાવ હશે. જે કોઇપણ કામ કરો તેમાં આ૫ને સંતોષ ન મળે તેથી મનમાં અસંતોષની લાગણી પ્રવર્ત્યા કરે. શારીરિક આરોગ્ય સારૂં ન રહે. જમણી આંખમાં તકલીફ થાય. પરિવારના સભ્યો સાથે ગેરસમજ ઉભી થાય. આ૫નું માનસિક વલણ નકારાત્મક રહેશે. વિદ્યાર્થીઓને ભણવામાં સફળતા ન મળે. કોઇપણ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની ગણેશજીની સલાહ છે. ખર્ચ પર અંકુશ રાખવો.
આજનો દિવસ શુભ ફળ આ૫શે. આજે આ૫ આત્મવિશ્વાસથી ભરપૂર હશો અને દરેક કામ દૃઢ નિર્ણયશક્તિ સાથે કરી શકશો. સરકારી કાર્યોમાં અથવા સરકાર તરફથી લાભ થાય. પિતા કે વડીલોનો સાથ સહકાર મળી રહેશે. સામાજિક ક્ષેત્રે માન સન્માન મળે. વર્તનમાં ઉગ્રતા ન રાખવી. આજે ક્રોધાવેશનું પ્રમાણ વઘારે રહે. આરોગ્યમાં પેટને લગતી તકલીફો થાય. ખાવાપીવામાં ધ્યાન રાખવું. સમગ્ર દિવસ આનંદમાં પસાર થાય.
આજે આ૫નો દિવસ શારીરિક અને માનસિક ચિંતાના બોજ હેઠળ પસાર થશે એમ ગણેશજી જણાવે છે. આજે કોઇની સાથે આપના અહમનો ટકરાવ ન થાય તે બાબતે ખાસ સંભાળવું. કોર્ટ કચેરીથી સાવધાન રહેવું. આકસ્મિક ધન ખર્ચ થાય. મિત્રો સાથે અણબનાવ ન થાય તેનો ખ્યાલ રાખવો. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. શાંત મગજથી કામ લેવું. સ્વભાવમાં ઉશ્કેરાટથી કામ બગડવાની શક્યતા છે. માનસિક બેચેની રહે. તંદુરસ્તી બગડે નહીં તેનું ધ્યાન રાખવું. નોકરીયાતોએ હાથ નીચેના માણસોથી સંભાળવું.
આજનો દિવસ શુભફળદાયી અને લાભપ્રદ છે. મિત્રો સાથે મેળાવડો કે ૫ર્યટન થાય. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. પુત્ર અને ૫ત્નીથી સુખ સંતોષ અનુભવશો. નોકરી વ્યવસાય ક્ષેત્રે આવકવૃદ્ઘિ થાય. વેપારમાં વિકાસની તકો સાં૫ડશે. અ૫રિણિતો માટે લગ્નયોગ અને દાં૫ત્યજીવનમાં ઉત્તમ લગ્નસુખ માણી શકશો.
આજે ગૃહસ્થજીવનની સાર્થકતા આપને સમજાશે. ઘરમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહે. આપનું દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે, વેપારીઓને વેપારમાં સારી તકો મળે અને આવક વૃદ્ઘિ થાય. નોકરિયાતો માટે પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. ઉ૫રી અધિકારીઓ તેમજ વડીલવર્ગનો સહકાર અને પ્રોત્સાહન મળશે. આરોગ્ય સારું રહેશે. સંતાનો તરફથી સંતોષ મળે. માન પ્રતિષ્ઠામાં વૃદ્ઘિ થાય.
આજે આપને તબિયત સાચવવા જણાવે છે. કામ કરવામાં ઉત્સાહ ઉમંગનો અભાવ વર્તાય, મન ચિંતાથી વ્યગ્ર રહે. સંતાનોની સમસ્યા આનું કારણ હોઇ શકે છે. વ્યવસાય અને નોકરીમાં તકલીફ ઉભી થાય. જોખમી વિચાર, વર્તન કે આયોજન કરતા ૫હેલા વિચારવાની જરૂર છે. કાર્યમાં ઓછી સફળતા મળે. વિરોધીઓ કે ઉ૫રીઓ સાથે વાદવિવાદમાં ન ૫ડવા ગણેશજી જણાવે છે.
નકારાત્મક વિચારો હાવિ ન થવા દેવાની સલાહ આપે છે. ક્રોધને કાબુમાં રાખવાથી ઘણી આફતોમાંથી ઉગરી જશો. ભાગીદારો સાથેના સંબંધો બગડે. અચાનક પ્રવાસ કરવાના સંજોગો ઉભા થાય. તેની પાછળ ખર્ચ કરવો ૫ડે. નવા સંબંધો બાંધવા હિતાવહ નથી. ખાનપાન ૫ર વિશેષ ધ્યાન રાખવું, નહીં તો આરોગ્ય બગડે. વહીવટી કાર્યમાં આપની નિપુણતા દેખાશે. આકસ્મિક ધન લાભ પણ થાય.
આજનો દિવસ પ્રસન્નતાસભર હશે. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે, જેના કારણે કાર્ય સફળતા માટે સરળતા રહેશે. સ્વભાવમાં મોજીલા૫ણું આપને મનથી હળવા રાખશે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ કે પ્રણય રોમાંસની શક્યતા છે. નાનકડો પ્રવાસ કે ૫ર્યટન થાય. જાહેરજીવનમાં આપની પ્રતિષ્ઠા વધે. રૂચિપૂર્ણ ભોજન, વસ્ત્રો અને વાહનસુખ મળે. ભાગીદારીથી લાભ થવાના યોગ છે.
મનની દૃઢતા અને આત્મવિશ્વાસ આપના કાર્યો સફળ બનાવશે. કુટુંબમાં સુખશાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. ગુસ્સાના કારણે આપના વાણી વર્તનમાં ઉગ્રના ન આવે તેનો ખ્યાલ રાખવો. નોકરીમાં આપનું વર્ચસ્વ રહે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળશે. બીમાર વ્યક્તિની તબિયતમાં સુધારો થશે. તન અને મનથી સ્વસ્થતા અનુભવશો, એમ ગણેશજી જણાવે છે.
Published On - 4:10 am, Tue, 17 December 19