ફેફસાં માટે શ્રેષ્ઠ કસરત, તમારે માત્ર એક મજબૂત સાથીદારની જરૂર છે, જુઓ ફની Viral video

| Edited By: | Updated on: Jul 27, 2023 | 2:04 PM

આ વીડિયોમાં બે યુવાનો ફેફસાંને મજબુત કરવા કસરત કરતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ બંને યુવાનોની આ કસરત હાસ્યને જન્મ આપે છે.

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક ફની વીડિયો વાયરલ થતા હોય છે. જેને લોકો મનભરીને માણતા હોય છે. તથા આવા હાસ્યાસ્પદ વીડિયોને લોકો ખુબ જ શેર પણ કરતા રહે છે. હાલમાં આવો જ એક ફની વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને લોકો ખુબ જ હસી રહ્યા છે.

આ વીડિયો જોઇને તમે પણ પોતાનું હાસ્ય રોકી શકશો નહીં, આ વીડિયોમાં બે યુવાનો ફેફસાંને મજબુત કરવા કસરત કરતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ બંને યુવાનોની આ કસરત હાસ્યને જન્મ આપે છે. આ બંને યુવાનો ચાઇનાના હોવાનું વીડિયોમાં દેખાય છે. આ બંને યુવાનો એક કાચની નળીમાં સામસામે મોંઢાથી ફુંક મારી રહ્યા છે. પરંતુ આ દરમિયાન સૌથી ચોંકાવનારી વાત એ છેકે કાચની નળીમાં વચ્ચે વંદો રાખવામાં આવ્યો છે. જેથી જે યુવાન કાચની નળીમાં જેટલી જોરથી ફુંક મારે છે, જેથી નળીમાં રહેલો વંદો બીજા યુવક તરફ ફંટાય છે. તો સામેનો યુવાન એટલી જ જોરથી કાચની નળીમાં ફુંક મારે છે જેથી વંદો સામેની તરફ ધકેલાય છે. આ દ્રશ્યો જોઇને ખુબ જ હસવું આવે છે.

હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને યુઝર્સ ખુબ જ જોઇ રહ્યા છે અને સાથેસાથે વીડિયોને ખુબ જ શેર કરી રહ્યા છે. સાથે જ આ વીડિયોને લાઇક પણ કરવામાં આવી રહ્યા છે. તમને પણ આ વીડિયો ખુબ જ આનંદ આપશે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો