શું તમને મળ્યું છે રામ મંદિરનું ઈન્વિટેશન કાર્ડ, આવી ગયું છે અયોધ્યાથી આમંત્રણ, જુઓ વાયરલ વીડિયો
ઐતિહાસિક રીતે આપણને ભગવાન રામલલ્લાને અયોધ્યામાં બિરાજમાન થવાનું સૌભાગ્ય મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 22 જાન્યુઆરીએ પોતાના ઘરોમાં રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળી ઉજવવાની અપીલ કરી છે.
રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યાં જોઈએ ત્યાં માત્રને માત્ર રામ આયેંગે..અને જય શ્રી રામના નારા જ સાંભળવા મળે છે. આજે એટલે કે 30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યા ધામ જંક્શન અને એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું છે. પીએમ મોદીએ રોડ શો પણ કર્યો હતો. બધા ભક્તો તેમજ મોદી સુધીના લોકો ભાવ વિભોર થયા હતા.
રામના દર્શન કરવા અપીલ પણ કરી
આ ખૂબ જ સૌભાગ્યની વાત છે કે ઐતિહાસિક રીતે આપણને ભગવાન રામલલ્લાને અયોધ્યામાં બિરાજમાન થવાનું સૌભાગ્ય મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 22 જાન્યુઆરીએ પોતાના ઘરોમાં રામ જ્યોતિ પ્રગટાવીને દિવાળી ઉજવવાની અપીલ કરી છે અને દરેક વ્યક્તિ માટે આ કાર્યક્રમમાં આવવું શક્ય ન હોવાથી તેમણે પોતપોતાના ગામોમાં 23 જાન્યુઆરીએ રામના દર્શન કરવા અપીલ પણ કરી હતી.
આમંત્રણ કાર્ડ
આ બધા સમાચાર વચ્ચે રામ મંદિરનું ઈન્વિટેશન કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. બોક્સમાં અલગ-અલગ 2 થી 3 કાર્ડ દેખાઈ રહ્યા છે. તે કાર્ડ પણ એકદમ ઝાઝરમાન લાગે છે. તેમાં લાલ કલર અને પીળા કલરનું કોમ્બિનેશન ખૂબ જ સુંદર લાગે છે. બીજા કાર્ડમાં વચ્ચે રામ લલ્લાનો ફોટો શોભી રહ્યો છે. આખું કાર્ડ અંગ્રેજીમાં છાપાયેલું જોવા મળી રહ્યું છે.
(Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.)
ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

