પૂર્વ MLA હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યુ આત્મસમર્પણ – જુઓ Video

પૂર્વ MLA હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યુ આત્મસમર્પણ – જુઓ Video

| Updated on: Sep 19, 2025 | 5:54 PM

પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી છે. સુપ્રીમ કોર્ટે આજે સાંજે 8 વાગ્યા સુધીમાં તેમને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલાં, ગુરુવારે સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને સાત દિવસની રાહત આપી હતી.

પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી છે. સુપ્રીમ કોર્ટે આજે સાંજે 8 વાગ્યા સુધીમાં તેમને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલાં, ગુરુવારે સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને સાત દિવસની રાહત આપી હતી. pa

MLA હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યુ આત્મસમર્પણ

પરંતુ, ફરિયાદી પક્ષે આ રાહત સામે વાંધા અરજી દાખલ કરતાં કોર્ટે નવો ઓર્ડર જારી કર્યો છે. આ નવા આદેશ મુજબ, અનિરુદ્ધસિંહ જાડેજાએ તાત્કાલિક ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કરવું પડશે. આ સમગ્ર કેસમાં થયેલા આ નવા વળાંકને કારણે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.  કોર્ટના નવા આદેશ પ્રમાણે અનિરુદ્ધ સિંહ જાડેજાને આજ સાંજ સુધીમાં સરેન્ડર કરવા માટે આદેશ કરાયો હતો. જેનું પાલન કરતા અનિરુદ્ઘસિંહે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો