Amritpal Singh Video: અમૃતપાલ સિંહનો ધરપકડ પહેલાનો વીડિયો સામે આવ્યો, આત્મસમર્પણની કરી રહ્યો છે વાત
ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહનો ધરપકડ પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે આત્મસમર્પણની વાત કરી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક દિવસ પહેલા મોગા પહોંચ્યો હતો જ્યાં તેણે ગુરુદ્વારામાં સભાને સંબોધિત કરી હતી.

આ પણ વાંચો : Amritpal Singh : પોલીસ કસ્ટડીમાં અમૃતપાલ સિંહની પહેલી તસવીર સામે આવી, 36 દિવસ પછી ધરપકડ, જુઓ Video
ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. તેણે શનિવારે મોડી રાત્રે પંજાબની મોગા પોલીસની સામે આત્મસમર્પણ કર્યું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી. અમૃતપાલ સિંહ 18 માર્ચથી ફરાર હતો. પંજાબ પોલીસે તેની શોધમાં દેશભરમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અમૃતપાલ સિંહ વારંવાર પોલીસને ચકમો આપી રહ્યો હતો, જે બાદ પોલીસે દેશભરમાં એલર્ટ જાહેર કરી દીધું હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…..