Ahmedabad : મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ હવે મહાનગરપાલિકાના તમામ 82 બ્રિજનું પરીક્ષણ કરશે, એક બ્રિજની તપાસનો ખર્ચ અંદાજે 2 લાખ !

|

Apr 17, 2023 | 7:40 PM

રાજ્ય સરકારે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ તમામ બ્રિજનું પરીક્ષણ કરવાના આદેશ આપ્યા છે. અમદાવાદના તમામ બ્રિજનું ત્રણ તબક્કામાં પરીક્ષણ કરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના તમામ 82 બ્રિજનું પરીક્ષણ કરવામાં આવશે. રાજ્ય સરકારે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ તમામ બ્રિજનું પરીક્ષણ કરવાના આદેશ આપ્યા છે. અમદાવાદના તમામ બ્રિજનું ત્રણ તબક્કામાં પરીક્ષણ કરવામાં આવશે. જેમાં બ્રિજના પ્રથમ વખત પરીક્ષણ પેટે ચોરસ મીટર દીઠ 22.10 રૂપિયા ચુકવાશે. તો બ્રિજના બીજી વખત પરીક્ષણ પેટે ચોરસ મીટર દીઠ 81 રૂપિયા ચુકવાશે. જ્યારે બ્રિજના ત્રીજી વખત પરીક્ષણ પેટે પ્રતિ વાર 302 રૂપિયા ચુકવવામાં આવશે. અમદાવાદના એક બ્રિજની પ્રથમ તપાસનો ખર્ચ અંદાજે 2 લાખ આવશે. રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને બ્રિજની ચકાસણી કરવા આદેશ આપ્યા છે.

આ પણ વાંચો-Gujarati Video: Banaskantha: 22 પાડાની થઈ ચોરી, પાંજરાપોળનો દરવાજો તોડી પશુઓને લઈ જતા જીવદયા પ્રેમીઓમાં વ્યાપ્યો રોષ

હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પડાશે

ઘણા સમયથી વિવાદોમાં રહેલો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને કરી છે. સાથે જ બેથી અઢી વર્ષમાં નવો બ્રિજ તૈયાર કરવાની માહિતી પણ આપવામાં આવી છે.40 કરોડ રુપિયાના ખર્ચે બનેલો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક્સપર્ટ કમિટીના રિપોર્ટમાં બ્રિજની કામગીરી નબળી હોવાનું ખુલ્યુ છે.

ત્યારે આ બ્રિજને હવે તોડી પાડવામાં આવશે. તો એજન્સી અને કન્સ્ટ્રક્શન એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે. તો સાથે જ આ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવુ પણ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યુ છે.

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ ફોર-લેન ફ્લાયઓવરનું ઉદ્ઘાટન 2017માં કરવામાં આવ્યુ હતું. પરંતુ ગણતરીના સમયમાં જ તે બ્રિજ જર્જરિત થઈ ગયો હતો. 40 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ફ્લાયઓવર ટ્રકોનું ભારણ ઉઠાવવા માટે સક્ષમ નહોતો. જેના પરિણામે ટ્રાફિકના લોડ તેમજ બ્રિજ સુપરસ્ટ્રક્ચરના વજનને ટ્રાન્સફર કરતી સ્ટ્રક્ચરલ ડિવાઈસને નુકસાન પહોંચ્યું હતુ. એટલુ જ નહીં એક પછી એક અનેક વાર બ્રિજ પર ગાબડા પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video