આમ આદમી પાર્ટીના 3 નેતા જેલમાં છે, ત્યારે જેઠાલાલની સીરિયલ TMKOC નો એક વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 07, 2023 | 6:42 PM

સંજય સિંહની દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ થયા પહેલા ED દ્વારા સંજય સિંહના ઘર પર 10 કલાકથી વધારે સમય પૂછપરછ કરવામાં આવી હતી. સંજય સિંહ પહેલા આ કેસમાં મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના (AAP) મોટા નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહની દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ થયા પહેલા ED દ્વારા સંજય સિંહના ઘર પર 10 કલાકથી વધારે સમય પૂછપરછ કરવામાં આવી હતી. સંજય સિંહ પહેલા આ કેસમાં મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી છે.

ED સમક્ષ પોતાનું નિવેદન આપ્યું

સંજય સિંહની ધરપકડ થવા પાછળ રાધા ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર એવા દિનેશ અરોડાની ભૂમિકાએ ભાગ ભજવ્યો છે. તે મનીષ સિસોદિયાની નજીક હોવાનું માનવામાં આવી રહ્યુ છે. દિનેશ અરોડાએ ED સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું અને તે બાદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Dinesh Aroda vs Sanjay Singh: જેની એક સાક્ષીએ સંજય સિંહને EDના ફંદામાં લાવી દીધા જાણો કોણ છે દિનેશ અરોડા ?

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોની ટીવીની પ્રખ્યાત સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાયેલો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સીરિયલના પાત્રોના ચહેરા પર સંજય સિંહ, મનીષ સિસોદિયા, દિનેશ અરોડા અને અરવિંદ કેજરીવાલનો ફોટો લગાવવામાં આવ્યો છે.

Disclaimer : આ વીડિયો માત્ર મનોરંજન માટે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 07, 2023 06:41 PM