Mumbai Fire News: ગોરેગાંવની એક ઈમારતમાં લાગેલી આગમાં 7 લોકો બળીને ખાખ, 50 કરતા વધારે દાઝ્યા, જુઓ ભયંકર આગનો VIDEO
ગોરેગાંવના આઝાદ નગરમાં સમર્થ નામની 7 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સવારે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે બિલ્ડિંગના પાર્કિંગમાં લાગેલી આ આગને કારણે 6 લોકોના મોત થયા છે અને 46 લોકો ઘાયલ થયા છે. બે ઘાયલ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગઈકાલે રાત્રે મુંબઈના ગોરેગાંવના આઝાદ નગરમાં સમર્થ નામની 7 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સવારે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે બિલ્ડિંગના પાર્કિંગમાં લાગેલી આ આગને કારણે 6 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. બે ઘાયલ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અહીં બિલ્ડિંગના પાર્કિંગમાં પાર્ક કરેલી 4 કાર અને 30થી વધુ બાઇક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી, ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આ અકસ્માતમાં કુલ 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઘાયલોને બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. HBT હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઘાયલોમાંથી 6 લોકોના મોત થયા છે, જેમાં પાંચ મહિલાઓ (2 બાળકો) અને એક પુરુષનો સમાવેશ થાય છે. 25 ઘાયલોની હાલ સારવાર ચાલી રહી છે, જેમાં 12 પુરુષો અને 13 મહિલાઓનો સમાવેશ થાય છે.
મળતી માહિતી અનુસાર, આગની ઘટના સવારે 3.05 વાગ્યે બની હતી, જેના પછી તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ઘાયલોને કૂપર હોસ્પિટલ અને HBT હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Breaking News Mumbai : મુંબઈના ગોરેગાંવમાં સાત માળની ઈમારતમાં લાગી આગ, 7 ના મોત, જુઓ Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
