વીડિયો: નકલી કચેરી કૌભાંડ કેસમાં આરોપી અંકિત સુથારના 5 દિવસના રિમાન્ડ મંજૂર

|

Nov 04, 2023 | 9:56 AM

છોટાઉદેપુરના પૂર્વ પ્રાયોજના વહીવટદાર પણ શંકાના ઘેરમાં છે. પોલીસે પૂર્વ પ્રયોજના અધિકારી વી સી. ગામીતની પણ પૂછપરછ કરી છે. જ્યારે ત્રીજા આરોપી અંકિત સુથારને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ એસઆઈટીએ મેળવ્યા છે. સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદે સરકારને ચુનો લગાડીને 4 કરોડથી વધારે નાણા પડાવ્યા હતા

છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી કૌભાંડ મામલે છોટાઉદેપુર પોલીસની SIT દ્વારા તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કડીમાં છોટાઉદેપુરના પૂર્વ પ્રાયોજના વહીવટદાર પણ શંકાના ઘેરમાં છે. પોલીસે પૂર્વ પ્રયોજના અધિકારી વી સી. ગામીતની પણ પૂછપરછ કરી છે. જ્યારે ત્રીજા આરોપી અંકિત સુથારને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ એસઆઈટીએ મેળવ્યા છે.

નકલી એન્જીનીયર સંદીપ રાજપૂતની મંજૂર કરાયેલી દરખાસ્તો માંથી 27 દરખાસ્તો વાળા કામોના સ્થળની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદના વડોદરાની વિવિધ બેંકોના અકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદે સરકારને ચુનો લગાડીને 4 કરોડથી વધારે નાણા પડાવ્યા હતા, આ લોકોએ આદીવાસીઓને પણ છોડ્યા નહોતા તેમને આદીવાસીઓ પાસેથી પણ 5 લાખથી વધારે રકમ લીધી હતી.

આ પણ વાંચો: વીડિયો: છોટાઉદેપુર નકલી સરકારી કચેરી કેસમાં નવા ખુલાસા, નકલી ઈજનેર સંદીપ રાજપૂતના તપાસમાં વધુ બેન્ક એકાઉન્ટ મળ્યા

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Makbul Mansuri)

Next Video