Video: અમદાવાદમાં આવેલુ છે 42 વર્ષ જૂનું અને વિશ્વનું એકમાત્ર ‘ધાતુપાત્ર સંગ્રહાલય’, અહીં છે પરંપરાગત વાસણોનો બેનમૂન સંગ્રહ

Video: અમદાવાદમાં આવેલુ છે 42 વર્ષ જૂનું અને વિશ્વનું એકમાત્ર ‘ધાતુપાત્ર સંગ્રહાલય’, અહીં છે પરંપરાગત વાસણોનો બેનમૂન સંગ્રહ

| Edited By: | Updated on: Apr 10, 2023 | 7:58 PM

Ahmedabad News : અમદાવાદમાં ખુબ જ ભવ્ય વિચાર ધાતુ પાત્ર સંગ્રહાલય આવેલું છે. આ સંગ્રહાલયમાં વિવિધ ધાતુમાંથી બનાવવામાં આવેલા વાસણો છે. જેમાં વિવિધ પ્રકારના 4500 થી પણ વધારે વાસણોનો બેનમુન સંગ્રહ આવેલો છે. અમદાવાદમાં આ સંગ્રાલય વાસણા એપીએમસી, વિશાલા સર્કલ પાસે આવેલું છે.

અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદમાં ઘણા ઐતિહાસિક અને પૌરાણિક સ્થળો સ્થિત છે. તેની સાથે સાથે અમદાવાદમાં ખુબ જ ભવ્ય ‘વિચાર ધાતુ પાત્ર’ સંગ્રહાલય પણ આવેલું છે. આ સંગ્રહાલયમાં વિવિધ ધાતુમાંથી બનાવવામાં આવેલા વાસણો છે. જેમાં વિવિધ પ્રકારના 4500 થી પણ વધારે વાસણોનો બેનમુન સંગ્રહ આવેલો છે.

અમદાવાદમાં આ સંગ્રહાલય વાસણા એપીએમસી, વિશાલા સર્કલ પાસે આવેલું છે. જે બપોરે ત્રણ વાગ્યાથી રાત્રિના 10:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે, અને સોમવારે રજા રહે છે. આ ઉપરાંત દેખરેખ રાખવા માટે સામાન્ય ફી પણ લેવામાં આવે છે.

સંગ્રહાલયમાં 4500થી વધારે વાસણો

ગુજરાતના પ્રખ્યાત આર્કિટેક અને ઇન્ટિરિયર ડિઝાઇનર સુરેન્દ્ર પટેલના આ સંગ્રહાલયનું નામ “વિચાર ધાતુ પાત્ર” સંગ્રહાલય છે. આ સંગ્રહાલય 42 વર્ષ જૂનું અને વિશ્વનું એકમાત્ર ધાતુપાત્ર સંગ્રહાલય છે. જેમા 4500થી વધારે વાસણો છે. આ વાસણો 100થી 1000 વર્ષ જૂના છે. જે આપણી સંસ્કૃતિક ઉત્ક્રાંતિ, માનવ સર્જનની જરૂરિયાત સાથે સુંદર બનાવટની કુશળતા દર્શાવે છે. 700 થી પણ વધારે પ્રકારની સુડી તથા 50 પ્રકારના રસપ્રદ તાળાનો સંગ્રહ છે.

પ્રાચીન વાસણો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા

વિચાર ધાતુ સંગ્રહાલયના સંગ્રહમાં વિવિધ ધાતુમાંથી બનાવવામાં આવેલા વાસણો છે. પિત્તળ, કાંસ્ય, જસત, જર્મન ચાંદી, હાથીદાંત વગેરે અલગ અલગ ધાતુમાંથી બનાવેલા વસાણો છે.આ ઉપરાંત રસોઈના વાસણો, પાણી ભરવાના, ઘરેણા સંગ્રહ, સ્ત્રી શણગાર, પૂજા વિધિના વાસણો, ધૂપિયા, દીવા, ઘડા, અનાજ કોઠી, દૂધ ભરવાના માણ, વગેરે વિવિધ પ્રકારના પ્રાચીન વાસણો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 10, 2023 07:56 PM