મુંબઈ બોમ્બ બ્લાસ્ટ ધમકીનું પગેરૂ વડોદરામાં મળ્યું, ક્રાઈમ બ્રાન્ચે 3 લોકોની કરી ધરપકડ

મુંબઈ બોમ્બ બ્લાસ્ટ ધમકીનું પગેરૂ વડોદરામાં મળ્યું, ક્રાઈમ બ્રાન્ચે 3 લોકોની કરી ધરપકડ

| Edited By: | Updated on: Dec 27, 2023 | 3:48 PM

ગઈ કાલે એટલે કે 26 ડિસેમ્બર 2023ના રોજ મુંબઈમાં RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ધમકી મુંબઈમાં આવેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસ પર ઈમેલથી મોકલવામાં આવી હતી.

મુંબઈમાં આવેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસ પર એક ઈમેલ આપ્યો હતો. તેમાં RBI ઓફિસ ઉપરાંત HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં એવું લખાણ હતું કે RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માગ કરવામાં આવી હતી અને બપોરે 1:30 વાગ્યે બોમ્બ વિસ્ફોટ થશે તેવી ધમકી આપવામાં આવી હતી. જ્યારે પોલીસે આ તમામ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું તો કંઈ વાંધાજનક મળ્યું ન હતું.

ગુજરાતના વડોદરામાંથી ધરપકડ થઈ

આ આગાઉ પણ અનેક વાર મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટના આ પ્રકારના ઈમેઈલ મળી ચૂક્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર બાબતે એજન્સીઓની મદદથી તપાસ શરૂ કરી હતી. તેમાં તેને 3 લોકોની ધરપકડ કરી છે. આ 3 લોકોની ગુજરાતના વડોદરામાંથી ધરપકડ થઈ છે. ત્રણેય આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ ત્રણેય લોકોનું બેક ગ્રાઉન્ડ તપાસમાં વ્યસ્ત છે.

ક્રાઈમના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો