2008ના મુંબઈના ભયાનક આતંકી હુમલાના મુખ્ય માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આખરે ભારત લાવવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલતી કાયદાકીય પ્રક્રિયાઓ બાદ, અમેરિકાએ તેને ભારતને હવાલે કર્યો છે. ખાસ વિમાન દ્વારા તેને દિલ્હીની પાળમ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યો હતો, જ્યાં ભારતીય સુરક્ષા એજન્સીની ટીમ તેની સાથે હાજર રહી.
ભારત માટે આ કાર્યવાહી એક મોટો પગલું છે, કારણ કે અનેક વર્ષોથી દેશવાસીઓ તેના વિરુદ્ધ કાર્યવાહી માટે રાહ જોઈ રહ્યા હતા. હવે દેશના દોષીત સામે કાયદેસર કાર્યવાહી શરૂ થશે. તહવ્વુર રાણાને હવે NIA (ન્યાશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) કસ્ટડીમાં લઈ રહી છે અને ટૂંક સમયમાં કોર્ટમાં રજુ કરાશે, જ્યાં રિમાન્ડ માટે વિનંતી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ તહવ્વુર રાણાને તિહાર જેલમાં રાખવાની તૈયારી છે, જ્યાં તેને વિશેષ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે. જેલમાં આતંકવાદી કેદીઓને રાખવા માટે જરૂરી તમામ સુરક્ષા પગલાં પહેલાંથી લેવામાં આવ્યા છે.
તહવ્વુર રાણા, ડેવિડ હેડલીનો ઘનિષ્ઠ સાથી રહી ચૂક્યો છે. 26/11ના હુમલામાં 166 નિર્દોષ લોકોના પ્રાણ ગયા હતા. દેશ માટે આ ઘટના આજે પણ દર્દનાક યાદગાર બની છે. રાણાની ધરપકડ સાથે ભારત માટે ન્યાયની દિશામાં એક મોટું પથ્થર સરકાવ્યો છે.
Published On - 3:26 pm, Thu, 10 April 25