થાઈલેન્ડમાંથી ભીષણ આગની ઘટના સામે આવી છે. બેંગકોકના ખુખોટ વિસ્તારમાં સ્કૂલ બસ શાળાથી પરત ફરી રહી હતી. તે દરમિયાન સ્કૂલ બસમાં અચાનક આગ ફાટી નીકળતા 25 વિદ્યાર્થી બસમાં જ ભડથુ થઈ ગયા. મળતી માહિતી અનુસાર બસમાં કુલ 44 બાળકો અને પાંચ શિક્ષકો હાજર હતા. ગંભીર રીતે દાઝી ગયેલા 16 વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આગની જાણ થતા જ સ્થાનિક ફાયર વિભાગના જવાનો સમયસર દોડી આવ્યા હતા અને બાળકોને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
જોકે ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસનું ટાયર ફાટવાના કારણે આગ લાગી હતી. ત્યાંના થાઈલેન્ડના વડાપ્રધાન પટોન્ગટાર્ન શિનાવાત્રાએ અકસ્માતમાં જીવ ગુમાવનારાં બાળકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.