Pustak na pane thi : જ્યારે આઝાદીના દિવસે અમૃતસર પહોંચી અસંખ્ય મડદાની ટ્રેન !

|

Aug 13, 2023 | 3:32 PM

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આ સ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

આ પણ વાંંચો : Pustak na pane thi : 15 ઑગસ્ટ 1947ના રોજ ભારતે કેવી રીતે ઉજવી હતી ‘આઝાદીની દિવાળી’ ?

આઝાદીના દિવસે બની કંઈક આવી ઘટના

તમે આવા દ્રશ્યો ચોક્કસ જોયા હશે, એવી ફિલ્મો પણ જોઈ હશે કે જેમાં દર્શાવવમાં આવ્યું હોય કે એક દેશથી બીજા દેશ એટલે કે ભારતથી પાકિસ્તાન તેમજ પાકિસ્તાનથી ભારત જઈ રહ્યા હોય. પણ અહીંયા દ્રશ્ય અલગ જ હતું. 15 ઓગસ્ટે એક એવી ટ્રેન ભારત આવી કે તેમાં કોઈ સવાર જ નહોતું અથવા એમ કહી શકાય કે તેમાં કોઈ જીવતું નહોતું.

જ્યારે સ્ટેશન માસ્તરે જોયું ભયાનક અને આત્મા કંપી જાય તેવું દ્રશ્ય

બપોરનો સમય હતો. એક સ્ટેશન માસ્તર તેની ડ્યુટી કરી રહ્યા હતા. પ્લેટફોર્મ પર એક ટ્રેન આવી પહોંચી અને બધા જ ડબ્બાની બારીઓ ખુલ્લી હતી. સ્ટેશન માસ્તરે અંદર જઈને જોયું. અને એક ભયાનક દ્રશ્ય દેખાયું. આ ટ્રેન કોઈ જીવતા માણસોને લઈને નહોતી આવી પરંતુ એ ટ્રેન લાવી હતી મડદાઓને અને…..અસંખ્ય મડદાઓની થપ્પીઓને…!!!

પુસ્તકના પાનેથીના તમામ એપિસોડ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Published On - 3:32 pm, Sun, 13 August 23

Next Video