Viral: ઊંટ સાથે સેલ્ફી લઈ રહી હતી મહિલા, પછી ઊંટે કંઈક એવું કર્યું કે જે જોઈ તમે હસવું નહીં રોકી શકો

|

Mar 27, 2022 | 7:57 AM

સોશિયલ મીડિયા પર એક ખૂબ જ રસપ્રદ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ઊંટ સાથે સેલ્ફી લઈ રહી છે, પરંતુ ઊંટ મહિલા સાથે એવું કરે છે, જેને જોઈને કોઈને પણ હસવું આવી જશે.

Viral: ઊંટ સાથે સેલ્ફી લઈ રહી હતી મહિલા, પછી ઊંટે કંઈક એવું કર્યું કે જે જોઈ તમે હસવું નહીં રોકી શકો
Women take selfie with camel (PC: Twitter)

Follow us on

આજકાલ લોકોમાં સેલ્ફીનો ઘણો ક્રેઝ છે. લોકોને જ્યાં પણ તક મળે છે, ત્યાં તેઓ સેલ્ફી (Selfie) લેવાનું શરૂ કરી દે છે. સેલ્ફી લેવાના મામલે ઘણી વખત મોટી ઘટનાઓ પણ બની છે. આટલું જ નહીં, ઘણી વખત લોકો સાથે એવું બન્યું છે, જે જોઈને હસવું પણ આવે છે. કેટલાક લોકો સેલ્ફી લેવાના ચક્કરમાં પોતાનો જીવ પણ ગુમાવે છે. આ રીતે તમામ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થતા રહે છે. આ વખતે પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હાલના દિવસોમાં પણ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ખૂબ જ રસપ્રદ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ઊંટ સાથે સેલ્ફી લઈ રહી છે, પરંતુ ઊંટ મહિલા સાથે એવું કરે છે, જેને જોઈને કોઈને પણ હસવું આવી જશે.

વીડિયોમાં તમે એક મહિલાને સેલ્ફી લેતી જોઈ શકો છો. આ મહિલા ઊંટ પાસે ઊભી રહીને સેલ્ફી લઈ રહી છે. પછી ઊંટ તેની પાસે આવે છે અને મહિલા ફોટો ક્લિક કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન ખબર નહીં ઊંટને શું થાય છે તે મહિલાના વાળ ખાવા લાગે છે અને તેને પકડીને ખેંચે છે. આ દરમિયાન મહિલા જોરથી ચીસો પાડે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી પ્રવીણ અંગુસામી (Praveen Angusamy) એ ટ્વિટર પર શેયર કર્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી તેને ચાર હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આને જોયા બાદ લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયો જોયા પછી તમને ચોક્કસ મજા આવી હશે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક મહિલા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક આ વીડિયોને ફની ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: IPL 2022: લસિથ મલિંગાની બરાબરી પર પહોંચ્યો Dwayne Bravo, સેમ બીલિંગ્સની વિકેટ ઝડપતા જ આ ઉપલબ્ધી હાંસલ કરી

આ પણ વાંચો: China Plane Crash: ચીનમાં ક્રેશ થયેલા વિમાનમાં સવાર તમામ 132 લોકોના મોતની પુષ્ટિ, જાણો સમગ્ર વિગત

Published On - 7:45 am, Sun, 27 March 22

Next Article