Viral: 40 ડીગ્રી તાપમાન પહોંચ્યુ તો મહિલાએ બોનેટ પર શેકી રોટલી, લોકોએ કહ્યું ‘આઈડિયા સારો છે’

|

Apr 28, 2022 | 9:53 AM

ઓડિશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક મહિલાએ આગ વિના જ તડકામાં રોટલી શેકી રહી છે. જેને જોયા બાદ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે.

Viral: 40 ડીગ્રી તાપમાન પહોંચ્યુ તો મહિલાએ બોનેટ પર શેકી રોટલી, લોકોએ કહ્યું આઈડિયા સારો છે
Women made Chapati Bonnat of Car
Image Credit source: Twitter

Follow us on

દેશના ઘણા ભાગોમાં લોકો આ સમયે આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે સમગ્ર ભારતમાં ઘાતક હીટવેવ (Heat Wave) ની ચેતવણી આપી છે. દેશના અનેક રાજ્યો આકરી ગરમીની લપેટમાં છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે જો તમે ઈંડાને જમીન પર મારશો તો જમીન પર આમલેટ બની જશે. ઓડિશાનો એક આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેમાં એક મહિલાએ આગ વિના જ તડકામાં રોટલી શેકી છે. જેને જોયા બાદ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલાને પહેલા રોટલી વણતા અને પછી કારના બોનેટ પર પકવતા જોઈ શકાય છે. આ વીડિયો ઓરિસ્સા રાજ્યનો જણાવવામાં આવી રહ્યો છે. આ દિવસે રાજ્યનું મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ હતું.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આ વીડિયોને શેર કરતા ટ્વિટર યુઝર નીલમાધબ પાંડા (Nilamadhab Panda)એ લખ્યું, “મારા શહેર સોનપુરનું દ્રશ્ય. તે એટલું ગરમ ​​છે કે કોઈ પણ વ્યક્તિ કારના બોનેટ પર રોટલી બનાવી શકે છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 60 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ક્લિપ જોયા બાદ લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘એલપીજી મોંઘુ થઈ રહ્યું છે અને પૈસા બચાવવા માટે આ સારો જુગાડ.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘ગરમીની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.’ અન્ય એક યુઝરે મજાક કરતા કોમેન્ટમાં લખ્યું, ‘એક બટર રોટી પ્લીઝ.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો: Viral Video: તમે આવા Dosa ક્યારેય નહીં જોયા હોય, પીરસવાની સ્ટાઈલ જોઈને ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કા પણ થઈ ગયા આશ્ચર્યચકિત

આ પણ વાંચો:Viral: શખ્સએ ચલાવી એવી ખતરનાક બાઈક કે સીડી પાસે ઉભા રહેલા વ્યક્તિએ ભાગવું ભારે પડ્યું, જુઓ વીડિયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article