દિલ્હીની (Delhi) બાજુમાં આવેલા ગુડગાંવમાં એક મહિલાએ કેબ બુક કરાવી અને ઘણા કલાકો સુધી ફરતી રહી, પરંતુ જ્યારે ડ્રાઈવરે પૈસા માંગ્યા તો તેણે હંગામો મચાવ્યો. મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તે રસ્તા પર ઊભી રહીને પોલીસકર્મીઓ અને સામાન્ય લોકો સાથે પણ દલીલ કરી રહી છે.
ડ્રાઈવરનું કહેવું છે કે મહિલાએ રાત્રે 10 વાગ્યે એપ દ્વારા કેબ બુક કરાવી હતી. તે લાંબા સમય સુધી અહીં અને ત્યાં ફરતી રહી. ડ્રાઈવરે જણાવ્યું કે જ્યારે મેં કહ્યું કે તમે મને લોકેશન જણાવો કે તમારે ક્યાં જવાનું છે અથવા તો પેમેન્ટ આપીને મને જવા દો, તો મહિલા ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેતી રહી અને ત્યાં ફરતી રહી. લગભગ 13 કલાક પછી સવારે 11 વાગે ડ્રાઈવરે પોલીસને ફોન કર્યો, જેના પછી મહિલા વધુ ગુસ્સે થઈ ગઈ.
Scenes from Huda City Centre Gurgaon. This woman Jyoti hired cab by Irshad last night at 10pm & made him roam till 11am in morning. Refused to pay 2000. Poor man had to call Police. Look how she’s yelling even at cops. She has done this to other cab drivers too @gurgaonpolice pic.twitter.com/RgkMDFp90x
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) July 23, 2023
(VC: Deepika Narayan Bhardwaj Twitter)
પોલીસના આવ્યા બાદ મહિલા વધુ ઉશ્કેરાઈ ગઈ, લોકોની ભીડ એકઠી થઈ ગઈ. લોકો વીડિયો બનાવવા લાગ્યા. મહિલા પણ વીડિયો બનાવનારા લોકો સાથે પણ ઝઘડો કરવા લાગી. એટલું જ નહીં, વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા ત્યાં હાજર પોલીસકર્મીઓને પણ ધમકાવી રહી છે અને કેસ દાખલ કરવાની પણ ધમકી આપી રહી છે.
ડ્રાઈવરની ફરિયાદના આધારે પોલીસ મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ પોલીસ હવે આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે કે બોલાચાલી શા માટે થઈ હતી. વીડિયોમાં સંભળાય છે કે ડ્રાઈવર તેની પાસે 2000 રૂપિયા માંગી રહ્યો છે અને મહિલા આના પર કોઈ જવાબ નથી આપી રહી.
આ પણ વાંચો : જૂઠ બોલે કૌઆ કાટે’….સંસદની બાહર રાઘવ ચઢ્ઢાના માથે ચાંચ મારી ઉડી ગયો કાગડો, Photos થયા Viral
આ સાથે જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયોમાં દેખાતી મહિલા પણ તે જ છે અને તેણે પહેલા પણ ઘણી વખત આવું કર્યું છે. બીજા વીડિયોમાં પણ મહિલા કેબને લઈને દલીલ કરતી સંભળાય છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તે કેબમાંથી પૈસા માંગવા બદલ કેસ દાખલ કરવાની ધમકી આપે છે. પરંતુ સમગ્ર મામલો શું છે તે તપાસ બાદ જ સામે આવશે.