ટ્રક સાથે અથડાયા બાદ મહિલાનો ચમત્કારીક બચાવ, સોશિયલ મીડિયા પર ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાને સામેથી ટ્રકે ટક્કર મારી હતી, પરંતુ તે નસીબદાર હતી કે તે બચી ગઈ.

ટ્રક સાથે અથડાયા બાદ મહિલાનો ચમત્કારીક બચાવ, સોશિયલ મીડિયા પર ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
Woman survived after being hit by truck
| Edited By: | Updated on: Dec 21, 2021 | 9:37 PM

આજના સમયમાં માર્ગો પર વાહનોની સંખ્યા મર્યાદા કરતાં વધી ગઈ છે, જેના કારણે પ્રદુષણ તો વધી રહ્યું છે, સાથે જ માર્ગ અકસ્માતમાં (Road Accident) પણ વધારો થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં દર વર્ષે લાખો માર્ગ અકસ્માતો થાય છે, જેમાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. તેથી જ કહેવામાં આવે છે કે લોકોએ દરેક ટ્રાફિકના નિયમોનું કાળજીપૂર્વક પાલન કરવું જોઈએ.

 

આ સિવાય વાહન ચલાવતા લોકોની બેદરકારીને કારણે અનેક લોકો જીવ ગુમાવે છે. તેથી, રસ્તા પર ચાલતી વખતે પણ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે આગળ પાછળ કોઈ વાહન ન આવે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ટાળી શકાય.

 

‘જાકો રાખે સાઈયાં માર સકે ના કોઈ’ કહેવત તો તમે સાંભળી જ હશે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાને સામેથી ટ્રકે ટક્કર મારી હતી, પરંતુ તે નસીબદાર હતી કે તે બચી ગઈ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા કોઈ સામાન ખરીદીને આવી રહી છે અને તેને એ વાતનો ખ્યાલ જ નતો કે તે ચાલતી વખતે રસ્તા પર પહોંચી ગઈ છે. એટલામાં જ તેની પાછળથી એક ટ્રક આવતી દેખાય છે, જે તેને ટક્કર મારીને આગળ નીકળી જાય છે. જાણે કંઈ થયું જ નથી.

 

 

જોકે સદનસીબે ટક્કર માર્યા બાદ મહિલા ટ્રકના બે પૈડા વચ્ચે આવી ગઈ હતી, જેના કારણે તેનો જીવ તો બચી ગયો હતો, પરંતુ તેનો સામાન ટ્રકના પૈડા નીચે આવી ગયો હતો. આ ચોંકાવનારી ઘટના ક્યાં બની તે જાણી શકાયું નથી, પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @CrazyFunnyVidzz નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. જેના પર અત્યાર સુધીમાં 7 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે વીડિયોને સેંકડો લોકોએ લાઈક કર્યો છે.

 

તે જ સમયે ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ પણ કરી છે. યુઝર્સે મહિલાને લકી કહ્યું છે કે આ અકસ્માતમાં તેનો જીવ બચી ગયો છે, નહીંતર જે રીતે ટ્રકે તેને ટક્કર મારી હતી, તેની હાલત ગંભીર બની શકી હોત.

 

 

આ પણ વાંચો – Mumbai Corona: મુંબઈમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું, નવેમ્બરમાં હતો કંટ્રોલ પરંતુ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી બગડવા લાગી છે સ્થિતિ

આ પણ વાંચો – Gram Panchayat Election: ચૂંટણી પરિણામો કયાંક ભત્રીજા વહુની જીત થઇ, કયાંક મોટાભાઇની હાર થઇ, જાણો આ રસપ્રદ પરિણામો