Viral : આ મહિલાએ લગ્નમાં વધેલુ ભોજન ગરીબોને કર્યુ વિતરણ, તસવીર વાયરલ થતા યુઝર્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા

વાયરલ થઈ રહેલી તસવીરમાં મહિલા પશ્વિમ બંગાળના (West Bengal) કોલકતા શહેરના રાણાઘાટ સ્ટેશનના પ્લેટફોર્મ પર લગ્નના શણગારમાં જોવા મળી રહી છે.

Viral : આ મહિલાએ લગ્નમાં વધેલુ ભોજન ગરીબોને કર્યુ વિતરણ, તસવીર વાયરલ થતા યુઝર્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા
File Photo
| Edited By: | Updated on: Dec 06, 2021 | 4:39 PM

Viral : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા (Social Media) પર લગ્ન સંબધિત તસવીરો અને વીડિયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે.જેમાં કેટલીક તસવીરો(Viral Photos) એવી હોય છે,જે પોસ્ટ થતાની સાથે જ લોકોમાં ચર્ચાનો વિષય બને છે.આજકાલ આવી જ એક લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.જેમાં એક મહિલા જે રીતે ગરીબોની મદદ કરી રહી છે,તે જોઈને તમે પણ દંગ રહી જશો.

મહિલાએ ઉતમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ

સામાન્ય રીતે લગ્નમાં લોકો શણગાર, ડાન્સ વગેરે…માં વધારે ધ્યાન આપતા જોવા મળે છે. જો કે, આ લગ્નોમાં(Wedding)  ભોજન વિશે કોઈ વિચારતુ નથી. પશ્ચિમ બંગાળમાં હાલ એક મહિલાએ તેના ભાઈના લગ્ન સમારંભના રિસેપ્શનમાંથી બચેલું ભોજન જરૂરિયાત મંદને વહેંચીને લોકોને અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

વાયરલ થઈ રહેલી તસવીરમાં મહિલા પશ્વિમબંગાળના (West Bengal) કોલકતા શહેરના રાણાઘાટ સ્ટેશનના પ્લેટફોર્મ પર લગ્નના શણગારમાં જોવા મળી રહી છે. તેની આસપાસ સ્ટીલની ડોલ અને મોટા કન્ટેનર જોવા મળે છે. જે લગ્નના રિસેપ્શનમાંથી બચેલા ભોજનથી ભરેલા હતા. તે પોતે કાગળની પ્લેટમાં લોકોને ભોજન પીરસતી જોવા મળી હતી.

જુઓ તસવીર

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે, આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી ig_Culkatta નામના પેજ પરથી શેર કરવામાં આવી છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે, બધા લોકોએ આમાંથી પ્રેરણા લઈને જરૂરિયાત મંદની મદદ કરવાની જરૂર છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, ખરેખર પ્રશંશનીય…આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ મહિલાની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : ગ્રુપમાં બેઠેલા એક વાંદરાએ નાના વાનરનો કર્યો ચાળો ! પછી જે થયુ તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો : ગજબ હો બાકી ! આ દંપતિએ તેના બાળકનું નામ રાખ્યુ ‘બોર્ડર’, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !