સપના તો દરેક વ્યક્તિ જુએ છે, પરંતુ દુનિયામાં બહુ ઓછા લોકો એવા હોય છે જેમના સપના પૂરા થાય છે. ખાસ કરીને પૈસાની બાબતમાં. કોણ નથી ઈચ્છતું કે તેની પાસે કરોડો રૂપિયા હોય, મોટું ઘર હોય જેથી તે આરામથી પોતાનું જીવન જીવી શકે. જો કે તે દરેકના નસીબમાં નથી હોતું, પરંતુ એવુ કહેવાય છે કે ઉપર વાળો જ્યારે પણ આપે છે ત્યારે દિલ ખોલીને આપે છે. આવું જ કંઈક લંડનમાં (London) રહેતા પતિ-પત્ની સાથે થયું છે. તેમનું નસીબ એવી રીતે ખુલ્યું કે તેઓ રાતોરાત કરોડપતિ બની ગયા અને આ બધું માત્ર એક લોટરીના (Lottery) કારણે જ શક્ય બન્યું. તેણે પતિ-પત્નીને એટલા અમીર બનાવી દીધા કે તેઓએ સપનામાં પણ તેના વિશે વિચાર્યું નહી હોય.
વાસ્તવમાં મામલો એવો છે કે લંડનના લેટનના રહેવાસી બેન અને બેક્કા ઘણા વર્ષોથી લોટરીની ટિકિટ ખરીદતા હતા, આ આશામાં કે એક દિવસ તેમનું નસીબ ખુલશે, પરંતુ દરેક વખતે તેમને નિરાશા જ મળી. પરંતુ તાજેતરમાં જ તેમના નસીબે તેમનો ઘણો સાથ આપ્યો અને તેઓ પળવારમાં 35 કરોડના બંગલાના માલિક બની ગયા.
મિરરના અહેવાલ મુજબ, પતિ બેન હંમેશા ઓમેઝની લોટરી ખરીદતો હતો, પરંતુ આ વખતે તે ભૂલી ગયો. પછી એક દિવસ અચાનક ટીવી પર ઓમેઝ મિલિયન પાઉન્ડ હાઉસ ડ્રોની જાહેરાત આવી, ત્યારે પત્ની બેક્કાને યાદ આવ્યું કે આ વખતે તેના પતિએ લોટરીની ટિકિટ પણ ખરીદી નથી. આથી તેણે બેનને કહ્યા વગર 1 હજાર રૂપિયા ખર્ચીને લોટરીની ટિકિટ ખરીદી અને સદનસીબે તે જ ટિકિટ પર બેક્કાની બમ્પર લોટરી લાગી.
તેને લોટરીમાં 35 કરોડનો આલીશાન બંગલો મળ્યો. આ પાંચ બેડરૂમના બંગલામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં મોડ્યુલર કિચન, 5 બેડરૂમ, 3 ડ્રેસિંગ રૂમ, ચાર લક્ઝરી બાથરૂમ, એક મોટો ડ્રોઇંગ રૂમ અને એક ગેરેજ છે જેમાં ત્રણ કાર આરામથી પાર્ક થઇ શકે છે. આ સાથે બંગલાની બહાર ઘણી ખાલી જગ્યા છે, જ્યાં બાળકો આરામથી રમી શકે છે. અહેવાલો અનુસાર, લોટરી કંપની દ્વારા બંગલા સંબંધિત તમામ જરૂરી કાગળો કરવામાં આવ્યા છે અને બંગલો બેન અને બેક્કાને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –