મહિલાએ ફક્ત 180 મીટરના અંતર માટે ઓલા બાઇક રાઇડ બુક કરાવી, Video Viral

હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો ખૂબ વાયરલ થયો છે, જેમાં એક મહિલાએ માત્ર 180 મીટરના અંતર માટે ઓલા બાઈક બુક કરી હતી. મહિલાએ માત્ર 180 મીટરના અંતર માટે ઓલા બાઈક બુક કેમ કરી તેનું કારણ જાણીને લોકો આશ્ચર્ય થયા છે.

મહિલાએ ફક્ત 180 મીટરના અંતર માટે ઓલા બાઇક રાઇડ બુક કરાવી, Video Viral
| Updated on: Jun 05, 2025 | 8:00 PM

હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો ખૂબ વાયરલ થયો છે, જેમાં એક મહિલાએ માત્ર 180 મીટરના અંતર માટે ઓલા બાઈક બુક કરી હતી. મહિલાએ માત્ર 180 મીટરના અંતર માટે ઓલા બાઈક બુક કેમ કરી તેનું કારણ જાણીને લોકો આશ્ચર્ય થયા છે.

@rohitvlogster યુઝર દ્વારા શેર કરાયેલા હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં ડ્રાઈવર પિકઅપ પોઈન્ટ પર પહોંચે છે અને મહિલાને OTP પૂછે છે. OTP દાખલ કર્યા પછી તે મૂંઝાયેલો દેખાય છે અને પૂછે છે કે શું તેમણે યોગ્ય લોકેશન નક્કી કર્યું છે? કારણ કે તે લોકેશન માત્ર 180 મીટર જ દૂર હતું. મહિલા પુષ્ટિ કરે છે કે, તેને રખડતા કૂતરાઓથી ડર લાગે છે અને તે ચાલવાનું જોખમ લેવા માંગતી નથી. આથી ઓલા રાઈડ બૂક કરાવી છે.

આ રાઈડ માટે મહિલાને 19 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. વીડિયોમાં લખેલું હતું કે, “મેમને બુક કિયા ઓલા સિર્ફ 180 મીટર કે લિયે.” આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર 2.8 મિલિયનથી વધુ વ્યૂઝ અને 72.2 હજારથી વધુ લાઈક્સ સાથે વાયરલ થયો છે.

વીડિયો જોયા બાદ એક યુઝરે કમેંટ કરી કે, “ભાઈ, છોકરીને સુરક્ષિત રાઈડ કરાવવા બદલ આભાર.” બીજા યુઝરે કહ્યું, “ઈન્જેક્શન લેવા કરતાં 19 રૂપિયા આપવા વધુ સારું કહેવાય.” ત્રીજા યુઝરે કમેંટ કરી કે, “ કૂતરો મહિલાની રાહ જોઈ રહ્યો છે.” બીજા ઘણા લોકોએ હાસ્યજનક ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી છે.