Viral: જંગલી સુંવરે કરી ગેંડાને સળી ! મુવીની જેમ એક્સન સીન થતાં સુંવરની હાલત થઈ ખરાબ

આ વીડિયો અદ્ભૂત છે, જેમાં જંગલી સુંવર ગેંડાને સળી કરવા જાય છે. ત્યારબાદ ગેંડાએ જે કર્યું તે જોઈને તમે પણ આશ્ચર્યમાં પડી જશો ત્યારે ગેંડાની સામે જંગલી સુંવર બિલાડી સમાન લાગે છે.

Viral: જંગલી સુંવરે કરી ગેંડાને સળી ! મુવીની જેમ એક્સન સીન થતાં સુંવરની હાલત થઈ ખરાબ
Rhinoceros Viral Video
| Edited By: | Updated on: Dec 26, 2021 | 7:21 AM

આ પૃથ્વી પર ઘણા ખતરનાક પ્રાણીઓ છે, જેની સામે થવાનો અર્થ મોતને ગળે લગાડવું છે. સિંહ, વાઘ, દીપડો, ગેંડા વગેરે જેવા પ્રાણીઓ છે, જે જંગલોમાં રહે છે અને જંગલોમાં તેમનું રહેવું પણ માણસ માટે સારું છે, કારણ કે જો તેઓ માનવ વસવાટમાં આવશે તો તેઓ આતંક મચાવી દેશે. જેમાં સિંહ, વાઘ અને ચિત્તો માંસાહારી પ્રાણીઓ છે, પરંતુ ગેંડા શાકાહારી છે. જો કે, શાકાહારી હોવા છતાં, તેની ગણતરી ખતરનાક પ્રાણીઓમાં થાય છે.

જો કે આ પ્રાણીનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ભાગ્યે જ વાયરલ (Viral Videos) થતો હોય છે, પરંતુ આજકાલ ગેંડાનો એક વીડિયો (Funny Viral Videos) ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક જંગલી સુંવરની હાલત ખરાબ કરતો જોવા મળી રહ્યો છે, કારણ કે તે તેનો ખોરાક ખાવાની કોશિશ કરી રહ્યું હતું.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક જગ્યાએ ઘાસ છે, જેને ગેંડા ખાઈ રહ્યા છે. ત્યારે તેની બાજુમાં એક જંગલી સુંવર પણ તે ઘાસ ખાવા જાય છે. ત્યારબાદ બીજું સુંવર ત્યાં આવે છે અને તે પણ ગેંડાના ખોરાકમાં મોં નાખવા લાગે છે.

શરૂઆતમાં, ગેંડા (Rhinoceros Viral Video) તેને આરામથી જુએ છે, પરંતુ જેવું જ તે તેના ખોરાકમાં તેનું મોં નાખે છે, ગેંડા તેના પર ગુસ્સે થઈ જાય છે અને જંગલી સુંવરને તેના શિંગડાથી ઊંચકીને તેને ફટકારે છે. આ આશ્ચર્યજનક દૃશ્ય જોઈને, ત્યાં હાજર બાકીના સુંવર એક ક્ષણમાં ત્યાંથી સરકી જાય છે, જ્યારે સુંવર જેને ગેંડાએ જોરથી માર્યો હતો તે જમીન પર જ પડી રહે છે.

આ વીડિયો અદ્ભૂત (Amazing Viral Videos) છે, જેમાં જંગલી સુંવર ગેંડાને સળી કરવા જાય છે. ત્યારબાદ ગેંડા જે કર્યું તે જોઈને તમે પણ આશ્ચર્યમાં પડી જશો ત્યારે ગેંડાની સામે જંગલી સુંવર ભીગી બિલ્લી છે. ગેંડા વિશાળ પ્રાણી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે તેની ચામડી એટલી જાડી છે કે જંગલી સુંવર તેના દાંત વડે તેને નુકસાન પહોંચાડી શકતા નથી.

આ આશ્ચર્યજનક વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર nature27_12 નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 19 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2,500થી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. ત્યારે ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે.

 

આ પણ વાંચો: Viral: બાસ્કેટ લઈ શાકભાજી લેવા નીકળ્યો કૂતરો, તેની સમજદારી જોઈ લોકો આશ્ચર્યમાં પડ્યા !

આ પણ વાંચો: Jammu Kashmir Encounter: સુરક્ષા દળોને મળી મોટી સફળતા, ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓનો બોલાવ્યો ખાત્મો