Viral: ઠંડીથી બચવા કૂતરાએ કર્યો ટંગળી દાવ, વીડિયો જોઈ લોકો બોલ્યા વાહ શું આઈડિયા છે

તમે ઇન્ટરનેટ પર કૂતરાઓના ઘણા વીડિયો જોયા જ હશે. હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને દરેકના ચહેરા પર સ્મિત આવી રહ્યું છે. આ વીડિયો દરેકને ખૂબ જ પસંદ આવ્યો છે.

Viral: ઠંડીથી બચવા કૂતરાએ કર્યો ટંગળી દાવ, વીડિયો જોઈ લોકો બોલ્યા વાહ શું આઈડિયા છે
Dog Funny Viral Videos
| Edited By: | Updated on: Jan 01, 2022 | 8:07 AM

સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ (Viral Videos)થાય છે. ઘણી વખત વાયરલ વીડિયો પણ એવી રીતે જોવા મળે છે, જે ચોક્કસથી ચહેરા પર સ્મિત લાવી દે છે. આવા ઘણા વીડિયો છે, જે આપણને હસાવતા હોય છે, એવા ઘણા વીડિયો છે, જેને જોયા પછી આપણને પ્રેરણા મળે છે.

હવે એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કૂતરો ઠંડી (Cold)થી પરેશાન છે. તે એટલો પરેશાન છે કે તે બે પગે ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેનો વીડિયો (Dog Funny Viral Videos) જોતા જ હસી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કૂતરો બે પગ સાથે બરફમાં ચાલી રહ્યો છે. ભારે ઠંડીના કારણે કૂતરો આવું કરી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. હાલમાં જ આ વીડિયો (Dog Viral Videos) સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આવા ઘણા વીડિયો છે જે સોશિયલ મીડિયા પર છવાયેલા છે. લોકો તેમની લાઈક્સ અને કોમેન્ટ દ્વારા આ વીડિયો પર ઘણો પ્રેમ વરસાવે છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તમે Buitengebieden નામના એકાઉન્ટ પરના તમામ વીડિયો જોઈ શકો છો. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ત્યારે અન્ય ઘણા લોકોએ આ વીડિયો પર તેમની કમેન્ટ્સ કરી છે.

આપને જણાવી દઈએ કે આ પેજ પર અવારનવાર પ્રાણીઓના ઘણા વીડિયો (Dog Funny Videos)જોવા મળે છે, જે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ (Funny Viral Videos) થઈ જાય છે.

આ વીડિયો પર લોકોના રિએક્શન વિશે વાત કરતાં એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું- લાગે છે કે આ કૂતરો ખૂબ જ ઠંડી અનુભવી રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યું- આ કૂતરાનો વીડિયો ખૂબ જ ફની છે. ત્રીજા યુઝરે લખ્યું- અમેઝિંગ વીડિયો, આવા વીડિયો ભાગ્યે જ જોવા મળે છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં હજારો ઈમોજી પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર: જમ્મુમાં માતા વૈષ્ણો દેવી ભવન પાસે ભાગદોડ, 9 લોકોના મોત, 10 ઘાયલ, ઘટના સ્થળ પર રાહત અને બચાવ કામગીરી શરૂ

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધ્યા, આટલા વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા

Published On - 8:04 am, Sat, 1 January 22