કેમેરામેને નાના વાનરને નાસ્તો ઓફર કર્યો તો ગુસ્સામાં લાલ પીળી થઈ તેની માતા, જુઓ Video

Viral Video: માણસોની જેમ પ્રાણીઓ પણ પોતાના બાળકોને સારા અને ખરાબ વચ્ચેનો તફાવત સમજાવે છે. આવી જ એક ઘટનાનો વીડિયો આજકાલ ચર્ચામાં છે કારણ કે એક વાનરના બચ્ચાને તેની માતા ગુડ મેનર્સ શીખવી રહી છે.

કેમેરામેને નાના વાનરને નાસ્તો ઓફર કર્યો તો ગુસ્સામાં લાલ પીળી થઈ તેની માતા, જુઓ Video
Viral Video
| Edited By: | Updated on: Jan 26, 2023 | 11:21 PM

જાનવરોને લગતા વિવિધ પ્રકારના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, જેમાંથી ઘણા ફની પણ હોય છે. આવો જ એક ફની વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત ફેલાઈ જશે. તમે ઘણા વાનરો જોયા હશે.

તેઓ એકદમ ચંચળ અને ઉદ્ધત પણ હોય છે. આખો દિવસ તેઓ અહીંથી ત્યાં ફરતા રહે છે અને તોફાન મચાવે છે. આખરે છે તો તેઓ પ્રાણીઓ જ છે તો માણસોની વાત કેવી રીતે સમજે. પરંતુ ઘણા કિસ્સામાં તેઓ મનુષ્ય કરતા વધુ બુદ્ધિશાળી હોય છે. આને લગતો એક વીડિયો હાલ સામે આવ્યો છે. જેમાં એક માતા વાનર તેના નાના બચ્ચાને ગુડ મેનર્સ શીખવતી જોવા મળે છે.

એવું કહેવાય છે કે માતા તેના બાળકની પ્રથમ શિક્ષક છે અને આ વાત દરેકને સમાન રીતે લાગુ પડે છે, પછી તે માણસ હોય કે પ્રાણી અને જો ઉછેર અને સારા સંસ્કારની વાત હોય તો અહીં પ્રાણીઓ પણ પીછેહઠ કરતા નથી. આજકાલ વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ આવુ જ કંઈક જોવા મળ્યુ. જેમાં એક માતા પોતાના બાળકને કોઈ અજાણી વ્યક્તિ પાસેથી ખોરાક ન લેવાનું શીખવી રહી છે. ક્લિપમાં માતા વાનર જે રીતે પોતાના બાળકને ભણાવી રહી છે તે ખરેખર આશ્ચર્યજનક છે.

અહીં જુઓ વીડિયો

 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાનર તેના બાળક સાથે કેરી ખાઈ રહી છે. આ દરમિયાન, કોઈ આ આખું દ્રશ્ય કેમેરામાં કેદ કરી રહ્યુ છે, તે નાના બાળકને ખાવાનું આપવા માટે હાથ લંબાવે છે. લોભમાં બાળક પોતાનો હાથ પણ આગળ લંબાવે છે અને આ બધું જોઈને તેની માતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે અને તે બાળકને પૂંછડીથી ખેંચી જાય છે. એવું લાગે છે કે તે કહી રહી છે કે અજાણી વ્યક્તિ પાસેથી ક્યારેય કંઈ ન લેવું જોઈએ.

આ પણ વાંચો: Viral Video: સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ નેપાળી યુવતીઓ, ‘લંડન ઠુમકદા’ સોન્ગ પર કર્યો ધમાકેદાર ડાન્સ

આ વીડિયોને ટ્વિટર પર @Yoda4ever નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખનારા સાત લાખથી વધુ લોકોએ તેને જોયો છે અને કોમેન્ટ કરીને તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.