વિરાટ કોહલીએ તેની પહેલી LinkedIn પોસ્ટમાં એવું શું લખ્યું જે વાયરલ થઈ ગયું ?

'કિંગ કોહલી'નો આ નવો અવતાર ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી ચર્ચાનો વિષય બની ગયો છે. સામાન્ય રીતે લિંક્ડઈનનો ઉપયોગ નોકરી શોધવા અને વ્યાવસાયિક નેટવર્કિંગ માટે થાય છે.

વિરાટ કોહલીએ તેની પહેલી LinkedIn પોસ્ટમાં એવું શું લખ્યું જે વાયરલ થઈ ગયું ?
Virat kohali linkdin post
| Updated on: Oct 15, 2026 | 3:51 PM

ક્રિકેટના મેદાન પર લાંબા સમયથી બોલરો પર પ્રભુત્વ જમાવનાર વિરાટ કોહલી હવે કોર્પોરેટ જગતના મેદાનમાં ઉતર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પહેલેથી જ છવાયેલા રહેલા કોહલીએ હવે સત્તાવાર રીતે લિંક્ડઈન પર પ્રવેશ કર્યો છે. ‘કિંગ કોહલી’નો આ નવો અવતાર ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી ચર્ચાનો વિષય બની ગયો છે. સામાન્ય રીતે લિંક્ડઈનનો ઉપયોગ નોકરી શોધવા અને વ્યાવસાયિક નેટવર્કિંગ માટે થાય છે, પરંતુ વિરાટ કોહલી અહીં એક ક્રિકેટર તરીકે નહીં, પરંતુ એક સફળ Entrepreneur અને દૂરંદેશી રોકાણકાર તરીકે આવ્યા છે. તેમની પ્રથમ લિંક્ડઈન પોસ્ટ લગભગ તરત જ વાયરલ થઈ ગઈ અને તેના પર કોમેન્ટ્સનો ભરમાર શરૂ થઈ ગઈ છે.

વિરાટ કોહલીની પ્રથમ લિંક્ડઈન પોસ્ટ વાયરલ થઈ

13 ઓક્ટોબરે શેર કરવામાં આવેલી પોતાની પ્રથમ પોસ્ટમાં, વિરાટે તેમનું ભવ્ય વિઝન રજૂ કર્યું. ભારતને એક ‘વૈશ્વિક સ્પોર્ટ્સ પાવરહાઉસ’ (રમતગમતની વૈશ્વિક મહાસત્તા) બનાવવું. તેમણે લખ્યું, “મેં હંમેશાં એવા ભારતની કલ્પના કરી છે જ્યાં દરેક રમતને અનુસરવામાં આવે, ઉજવવામાં આવે અને રમવામાં આવે. આજે, તે સ્વપ્ન પહેલાં કરતાં વધુ નજીક જણાય છે.”

એક હૃદયસ્પર્શી મેસેજે જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું

વિરાટે સમજાવ્યું કે રમતગમતના મેદાનની બહારની તેમની આ ‘બીજી ઇનિંગ’ માત્ર વૈશ્વિક સ્તરના ખેલાડીઓ તૈયાર કરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભારતમાંથી વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ બ્રાન્ડ્સ ઊભી કરવા વિશે છે. આ વિઝન સાથે જોડાઈને, તેઓ ‘એજિલિટાસ સ્પોર્ટ્સ’ (Agilitas Sports) માં રોકાણકાર તરીકે જોડાયેલા છે અને પોતાની બ્રાન્ડ ‘વન8વર્લ્ડ’ (one8world) ના સહ-સ્થાપક છે. આ પોસ્ટના અંતે એક અત્યંત પ્રેરણાદાયી વાક્ય લખવામાં આવ્યું છે, જેણે તેમના ચાહકો અને કોર્પોરેટ જગતના અગ્રણીઓ બંનેના દિલ જીતી લીધા છે: “વિઝન સ્પષ્ટ છે—હવે કંઈક એવું બનાવવાનો સમય છે જે આપણા બધા પછી પણ કાયમ ટકી રહે.” યુઝર્સે ટિપ્પણી કરી, “એવું લાગે છે કે વિરાટ હવે 9 થી 5ની નોકરી શરૂ કરવા જઈ રહ્યા છે.”

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થતાં જ ઈન્ટરનેટ યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું. એક યુઝરે પૂછ્યું, “વિરાટ, શું તમારું ક્રિકેટ રમીને મન ભરાઈ ગયું છે?” અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, “લાગે છે કે વિરાટ કોહલી હવે કોર્પોરેટ નોકરી કરવા જઈ રહ્યા છે.” આ દરમિયાન, એક અન્ય યુઝરે મજાકમાં કહ્યું, “વિરાટ નિવૃત્તિ પછી 9 થી 5ની નોકરી કરવાનું વિચારી રહ્યા છે.” આ પોસ્ટ હવે ઓનલાઇન ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે.

Trending Video : કર્મ કરવા ગયો અને કાંડ થઈ ગયો…ઓટોચાલકે મદદનો પ્રયાસ કર્યો તો વૃદ્ધની સાયકલ પલટી ગઈ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.