Video : સોશિયલ મીડિયા પર છવાયા આ વરરાજા ! દુલ્હનને મદદ કરતા દુલ્હાને જોઈને યુઝરે કહ્યુ “કાશ હમ પહેલે મિલે હોતે “

લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. હવે જે વીડિયો સામે આવ્યો છે તે તમામ સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી રહ્યો છે.

Video : સોશિયલ મીડિયા પર છવાયા આ વરરાજા ! દુલ્હનને મદદ કરતા દુલ્હાને જોઈને યુઝરે કહ્યુ કાશ હમ પહેલે મિલે હોતે
| Edited By: | Updated on: Nov 27, 2021 | 9:40 AM

Viral Video : લગ્નની સિઝન શરૂ થતાની સાથે જ સોશિયલ મીડિયાની દુનિયામાં લગ્ન સંબધિત વીડિયો ટ્રેન્ડ થવા લાગ્યા છે. જો કે, તમને જણાવી દઈએ કે યુઝર્સને લગ્ન સંબંધિત કન્ટેન્ટ ખુબ પસંદ આવે છે. જ્યારે પણ લગ્નના વીડિયો (Wedding video) પોસ્ટ થાય છે,ત્યારે માત્ર થોડા સમયમાં જ તે ઈન્ટરનેટ પર વાયરલ થતા જોવા મળે છે.તાજેતરમાં જે વીડિયો સામે આવ્યો છે,તેમાં વરરાજાનો અંદાજ યુઝર્સને(Users)  ખુબ પસંદ આવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા સ્ટેજ પર ચઢી રહ્યા છે. પરંતુ, સીડી ચડતી વખતે દુલ્હનને(Bride)  ભારી લહેંગાને કારણે તકલીફ થાય છે. વરરાજા પોતાની દુલ્હનને આ રીતે જુએ છે અને બાદમાં તરત જ તે પોતાની દુલ્હનની મદદ કરવા પહોંચી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે વરરાજા દુલ્હનને મદદ કરવા માટે નીચે નમી જાય છે અને લહેંગાને યોગ્ય રીતે સરખો કરતા જોવા મળી રહ્યા છે.આ ક્યુટ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘witty_wedding’ પરથી શેર કરવામાં આવ્યો છે.વીડિયો શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘અમે પહેલા કેમ ન મળ્યા’. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યુઝ(Views)  મળી ચૂક્યા છે.

યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે,જેમાં એક યુઝરે લખ્યુ કે, કાશ…મને પણ મળે આવા વરરાજા……જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, દુલ્હન ખુબ જ નસીબદાર છે,જેની કાળજી રાખવા માટે આવો દુલ્હો મળ્યો.

 

આ પણ વાંચો : Viral : પિતા-પુત્રની જોડીએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, અંકલના ડાન્સ સ્ટેપ જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો : Video : લગ્નમાં આ દોસ્તે એવી મજાક કરી કે વીડિયો થયો વાયરલ, યુઝર્સ કહ્યુ “દોસ્ત હો તો ઐસા”

Published On - 9:40 am, Sat, 27 November 21

Follow Us