Viral: લગ્નમાં દુલ્હનનો અનોખો અંદાજ ! વરરાજાને જોઈને બુમો પાડતી દુલ્હનનો વીડિયો થયો વાયરલ

|

Nov 18, 2021 | 11:56 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક દુલ્હનનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, આ દુલ્હનનો અંદાજ જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

Viral: લગ્નમાં દુલ્હનનો અનોખો અંદાજ ! વરરાજાને જોઈને બુમો પાડતી દુલ્હનનો વીડિયો થયો વાયરલ

Follow us on

Viral Video: લગ્નની સિઝન શરૂ થતાં જ ઈન્ટરનેટ પર લગ્ન સંબધિત વીડિયો વાયરલ થતાં જોવા મળી રહ્યા છે, જેમાં કેટલાક વીડિયોમાં દુલ્હનની ગ્રાન્ડ એન્ટ્રી, દુલ્હનનો ડાન્સ અને દુલ્હનનો સ્વૈગ (Bride Swag) લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. આજકાલ આવો જ એક દુલ્હનનો સ્વૈગ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હાને જોઈને જે રીતે દુલ્હન બુમો પાડી રહી છે, તે જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આજકાલ લગ્નનો ટ્રેન્ડ બદલાયો 

પહેલાના જમાનામાં દુલ્હન લગ્ન મંડપમાં અવાજ પણ ઊંચો કરતી ન હતી, પરંતુ આજે ટ્રેન્ડ (Trend) કંઈક જુદો જ છે. આજની દુલ્હન બેફિકર થઈને લગ્નનો આનંદ માણે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન જેવી સ્ટેજની નજીક આવે છે, તે વરરાજાને જોઈને બુમો પાડતી જોવા મળી રહી છે.

 

મહેમાનોની વચ્ચે દુલ્હન કહે છે કે ‘રાહુલ, મને મંડપ સુધી લઈ જા’ .આ સાંભળીને લગ્નમાં હાજર મહેમાનો પણ હસવા લાગે છે અને બાદમાં વરરાજા દુલ્હનની આ ઈચ્છા પુરી કરતા જોવા મળે છે. આ દુલ્હનનો અંદાજ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

 

જુઓ વીડિયો

દુલ્હનનો સ્વૈગ યુઝર્સને ખુબ પસંદ આવ્યો

સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ WedAbout નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું ‘શ્રદ્ધા આર્યની બ્રાઈડલ એન્ટ્રી ખાસ હતી કારણ કે વરરાજા તેને સ્ટેજ પર લઈ ગયા!

 

યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર રમુજી પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું કે ‘જો તે તેની દુલ્હનને લઈ જતી વખતે પડી ગયો હોત તો શું થાત?’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ દુલ્હન ખૂબ જ બેફિકર છે’ આ સિવાય અન્ય યુઝર્સ પણ દુલ્હનની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : ભારે કરી ! યુવાને આ જગ્યા પર પડાવ્યો ફોટો, કેમેરાનો એંગલ બદલાતા લોકોના હોંશ ઉડી ગયા

 

આ પણ વાંચો: લો બોલો ! સ્કૂટી માટે સાઈડ ન આપતા આ મહિલાએ કેબ ડ્રાઈવરને ઝુડી નાખ્યો, Video જોઈ લોકોએ કહ્યુ- સરેઆમ ગુંડાગર્દી

Published On - 7:48 pm, Thu, 18 November 21

Next Article