Video: લગ્નમાં દુલ્હન પક્ષના લોકોને વરરાજાના મિત્રોએ ભણાવ્યો પાઠ, વીડિયો જોઈ લોકોએ કહ્યું “દોસ્ત હો તો ઐસા”

હાલમાં સોશિયલ મીડિયા પર એક લગ્નનો વીડિયો સામે આવ્યો છે, જેમાં વરરાજાના મિત્રો જે રીતે દુલ્હનને જવાબ આપે છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video: લગ્નમાં દુલ્હન પક્ષના લોકોને વરરાજાના મિત્રોએ ભણાવ્યો પાઠ, વીડિયો જોઈ લોકોએ કહ્યું દોસ્ત હો તો ઐસા
Wedding funny video goes viral
| Edited By: | Updated on: Jan 07, 2022 | 5:37 PM

Funny Video: સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર લગ્ન સંબંધિત (Wedding video) વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં ક્યારેક લગ્નની વિધી તો ક્યારેક દુલ્હા-દુલ્હનની એન્ટ્રી લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે હાલમાં જયમાળાનો એક રમુજી વીડિયો ઈન્ટરનેટ (Internet) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિધી દરમિયાન વરરાજાના (Groom) મિત્રો કંઈક એવુ કરે છે, જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

વરરાજાના મિત્રોએ કંઈક આવુ કર્યુ

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જયમાળાની વિધી દરમિયાન વરરાજા અને તેના મિત્રો ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન પક્ષના લોકો દુલ્હનને ખભા પર ઉઠાવીને વરરાજાને (Groom) પરેશાન કરતા જોવા મળે છે.

આ દરમિયાન વરરાજા તેના મિત્રોની સામે જુએ છે. પરંતુ મિત્રો આવવાની મનાઈ કરે છે. બાદમાં તેઓ  દોડીને આવે છે અને વરરાજાને ઉંચા કરે છે. આ મિત્રોનો જોશ જોઈને લગ્નમાં હાજર મહેમાનો પણ હસતા જોવા મળી રહ્યા છે આ લગ્નનો રમુજી વીડિયો યુઝર્સ (Users)ને ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર life_navneet547 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ રમુજી વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે વરરાજાના મિત્રએ લગ્નમાં લાજ રાખી લીધી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,દોસ્તી હોતો ઐસી. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ મિત્રતાની પ્રશંશા કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : Jugaad : આ યુવકે ઠંડીથી બચવા લગાવ્યુ ગજબનુ દિમાગ, વીડિયો જોઈ લોકોએ કહ્યુ ” દેશી જુગાડ જીંદાબાદ”