વર્ષ 2021 સમાપ્ત થવામાં માત્ર થોડા જ દિવસો બાકી છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વ કોરોના વાયરસની (Corona virus) ઝપેટમાં છે. જો કે, આ વર્ષે લોકોને થોડી રાહત મળી છે. પરંતુ, આ એક વર્ષમાં દુનિયાએ ઘણું જોયું અને શીખ્યું. ઘણાએ પ્રિયજનો ગુમાવ્યા, કેટલાકએ ઘણું મેળવ્યું. આ બધાની વચ્ચે બે એવા લોકો સામે આવ્યા, જેમણે માત્ર પોતાના લોકો જ નહીં પરંતુ આખી દુનિયામાં અનેક લોકોના દિલો પર રાજ કર્યું. વર્ષ 2021માં તેમની સૌથી વધુ ચર્ચા થઈ હતી અને તેમના વાયરલ વીડિયો (Viral video) સોશિયલ મીડિયા (Social media)પર જોરદાર વાયરલ થયા હતા.
‘બચપન કા પ્યાર’
સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે દરરોજ હજારો વીડિયો શેર કરવામાં આવે છે. પરંતુ, છત્તીસગઢના રહેવાસી સહદેવનો (Sahadev) વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો. સહેદવનું ગીત ‘બચપન કા પ્યાર’ (Bachpan ka pyaar) જોરદાર વાયરલ થયું હતું. આ એક ગીતથી સહદેવ રાતોરાત સ્ટાર બની ગયો. એક સમય હતો જ્યારે તેનો વાયરલ વીડિયો દરેક જગ્યાએ લોકો જોતા હતા અને તેનુ ગીત સાંભળતા હતા. આટલું જ નહીં લોકોએ તે ગીતનો પણ વીડિયો બનાવ્યો. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે (Chhattisgarh CM Bhupesh Baghel) પણ સહદેવની પ્રશંસા કરી અને તેમનું સન્માન કર્યું. બોલિવૂડ સિંગર બાદશાહે (Bollywood Singer Badshah) તેની સાથે એક ગીત પણ ગાયુ હતું. સહદેવને ટીવીના કેટલાક શોમાં પણ રજુ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ વીડિયોને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.
પાવરી ગર્લ
માત્ર ભારત જ નહીં, પાકિસ્તાનનો પણ એક વીડિયો પણ આખી દુનિયામાં 2021ના વર્ષમાં છવાયેલો રહ્યો હતો. લોકોએ આ વીડિયોને ખૂબ પસંદ કર્યો અને તેના ખૂબ વખાણ કર્યા. હા, આપણે વાત કરી રહ્યા છીએ પાકિસ્તાનની પાવરી ગર્લની (Pawri Girl) 2021માં આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. આ વીડિયો પર સ્ટારથી લઈને સુપરસ્ટાર સુધીના લોકોએ મેમ્સ બનાવ્યા અને શેર કર્યા. આ વીડિયોની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી અને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર લાખો લોકોએ જોયો હતો.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ