Viral Video : એક જ શ્વાસમાં ભારતીય વડાપ્રધાનના નામ બોલી ગઈ, ટેલેન્ટેડ NRI બાળકીનો ગજબનો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો પોતાના ટેલેન્ટને રજૂ કરતા વીડિયો અપલોડ કરતા હોય છે. હાલમાં જ આવી જ એક ટેલેન્ટેડ NRI બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બાળકીના ટેલેન્ટેડને જોઈ લોકો દંગ રહી ગયા છે.

Viral Video : એક જ શ્વાસમાં ભારતીય વડાપ્રધાનના નામ બોલી ગઈ, ટેલેન્ટેડ NRI બાળકીનો ગજબનો વીડિયો થયો વાયરલ
Viral Video
| Edited By: | Updated on: Jan 23, 2023 | 6:23 PM

સોશિયલ મીડિયા પર રોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા આજે દુનિયા લગભગ મોટા ભાગના લોકોના જીવનનું એક જરુરી ભાગ બની ગયું છે. સોશિયલ મીડિયાને કારણે દુનિયામાં એક ખૂણાથી બીજા ખૂણે રહેતા લોકો વચ્ચેનું અંતર પણ ઘટયું છે. સોશિયલ મીડિયાની મદદથી પર દુનિયામાં બનતી કોઈપણ ઘટના 2-3 મિનિટમાં મળી જતી હોય છે.

સોશિયલ મીડિયા અનેક ટેલેન્ટેડ લોકો માટે પણ એક મહત્વનું માધ્યમ બની ગયું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો પોતાના ટેલેન્ટને રજૂ કરતા વીડિયો અપલોડ કરતા હોય છે. હાલમાં જ આવી જ એક ટેલેન્ટેડ NRI બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બાળકીના ટેલેન્ટેડને જોઈ લોકો દંગ રહી ગયા છે.

ગુજરાત સહિત અનેક પરિવારો હાલમાં અમેરિકા જેવા દેશોમાં વસી ગયા છે. આ પરિવારો પોતાની ધરતી અને સંસ્કૃતિથી જોડાયેલા રહેવા માટે વિદેશની ધરતી પર પોતાના સંસ્કારો યાદ રાખતા હોય છે. વિદેશની ધરતી પર જન્મેલા ભારતીય બાળકોને ભારતની સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આજે પણ તેમના પરિવારો જોડી રાખતા હોય છે. આ NRI બાળકીમાં પણ વિદેશમાં હોવા છતા ભારત સાથે જોડાયેલી જોવા મળે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ… નાની દીકરીના ટેલેન્ટને સલામ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ સરસ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભારતથી દૂર રહીને પણ ભારત સાથે જોડાયેલા રહેવું જરુરી છે.

 

જણાવી દઈએ કે આ વીડિયોમાં જોવા મળતી બાળકીનું નામ Kaira Thakkar છે. આ બાળકીનો આખો પરિવાર અમેરિકામાં રહે છે. Kaira Thakkar ને બુક વાંચવું ખુબ ગમે છે. ઈન્સ્ટાગ્રામ આઈડી @aarohij2021 પર તેના ટેલેન્ટની સાબિતી આપતા અનેક ફોટો-વીડિયો તમે જોઈ શકશો. એક વીડિયોમાં તે ગુજરાતી વેશભૂષામાં ગરબા કરતી જોવા મળે છે. તેણે નાની ઉંમરમાં જ ઘણી બધી બુક વાંચી લીધી છે. તેના ઘણા વીડિયો ભૂતકાળમાં પણ વાયરલ થયા હતા.

Published On - 5:52 pm, Mon, 23 January 23