Viral Video: પહેલા મહિલાએ કારથી યુવકને ટક્કર મારી અને પછી 1 કિમી સુધી કારના બોનેટ પર ઢસેડ્યો, જુઓ ચોંકાવનારો વીડિયો

|

Jan 20, 2023 | 5:58 PM

ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ, ટ્રાફિકે કહ્યું કે, પ્રિયંકાએ દર્શનની કારને ટક્કર મારી હતી, ત્યારબાદ દર્શને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન મહિલાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દર્શને તેને કારમાંથી બહાર આવવા કહ્યું ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી દીધી અને મહિલાએ કાર ચલાવવાનું ચાલુ રાખ્યું.

Viral Video: પહેલા મહિલાએ કારથી યુવકને ટક્કર મારી અને પછી 1 કિમી સુધી કારના બોનેટ પર ઢસેડ્યો, જુઓ ચોંકાવનારો વીડિયો
Car Viral Video

Follow us on

બેંગલુરુમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં મહિલા એક યુવકને પોતાની કારના બોનેટ પર ઢસડતા જોવા મળી રહી છે. આ વીડિયો બેંગલુરુના ઝનાના ભારતી નગર વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. ઘટના અંગે પોલીસે જણાવ્યું છે કે બે કાર ટાટા નેક્સન અને મારુતિ સ્વિફ્ટ એકબીજા સાથે અથડાઈ હતી. તેમાંથી ટાટા નેશન એક મહિલા ચલાવી રહી હતી. મહિલાનું નામ પ્રિયંકા જણાવવામાં આવી રહ્યું છે. સાથે જ તે યુવકની ઓળખ દર્શન નામના વ્યક્તિ તરીકે થઈ છે. બંને વાહનો વચ્ચે ટક્કર થયા બાદ બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.

દરમિયાન દર્શને પ્રિયંકાની કાર રોકવા માંગતા પ્રિયંકાએ કાર સ્ટાર્ટ કરી હતી. કારને આગળ વધતી અટકાવવા દર્શને બોનેટ પર કૂદી પડ્યો. દરમિયાન પ્રિયંકાએ કાર આગળ ધકેલી. દર્શનને બોનેટ પર લટકાવીને, પ્રિયંકાએ લગભગ એક કિલોમીટર સુધી ગાડી ચલાવી. સામે આવેલા વીડિયોમાં લોકો વાહનની પાછળ કેટલાક ટુ વ્હીલર પર જતા પણ જોવા મળે છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

 

 

આ પણ વાંચો : Viral Video : ગલુડિયા ઉપરથી પસાર થઈ આખી માલગાડી, અંતે ચમત્કાર જોઈ દંગ રહી ગયા લોકો, જુઓ Video

પ્રિયંકાએ દર્શનની કારને ટક્કર મારી હતી

ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ, ટ્રાફિક વેસ્ટએ કહ્યું, પ્રિયંકાએ દર્શનની કારને ટક્કર મારી હતી, ત્યારબાદ દર્શને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન મહિલાએ તેને અભદ્ર નિશાની બતાવી હતી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દર્શને તેને કારમાંથી બહાર આવવા કહ્યું ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી દીધી અને મહિલાએ કાર ચલાવવાનું ચાલુ રાખ્યું. પોતાની જાતને બચાવવા માટે દર્શને તેના બોનેટ પર કૂદકો માર્યો, આ પછી પણ પ્રિયંકા રોકાઈ નહીં અને લગભગ 1 કિલોમીટર સુધી ડ્રાઇવિંગ કરતી રહી.

ડીસીપીએ આગળ કહ્યું, જ્યારે પ્રિયંકાએ કાર રોકી ત્યારે દર્શન અને તેના મિત્રોએ તેની કારના કેટલાક ભાગો તોડી નાખ્યા હતા. બંને પક્ષો તરફથી એકબીજા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. બંને પક્ષોની ફરિયાદો બાદ પોલીસે પ્રિયંકા વિરુદ્ધ કલમ 307 હેઠળ કેસ નોંધ્યો છે, જ્યારે દર્શન અને તેના મિત્રો વિરુદ્ધ કલમ 354 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Published On - 5:58 pm, Fri, 20 January 23

Next Article