ઈકો ફ્રેન્ડલી ગૌમાતા, પોલિથીનમાં રોટલી આપતા શિંગડા મારીને મહિલાના હાલ કર્યા બેહાલ

રખડતા ઢોર સાથે અથડાતા અનેક લોકો ઘાયલ થાય છે, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ઈકો ફ્રેન્ડલી ગૌમાતા, પોલિથીનમાં રોટલી આપતા શિંગડા મારીને મહિલાના હાલ કર્યા બેહાલ
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Dec 11, 2022 | 6:51 PM

સામાન્ય રીતે દુનિયાભરના રસ્તાઓ પર રોજ લાખો વાહનોની અવરજવર થતી રહે છે. સાઈકલથી લઈને ટ્રક સુધી અનેક વાહનો રસ્તા પર દોડે છે. પણ દુનિયાના અનેક રસ્તાઓ પર પશુઓ પણ રખડતા જોવા મળે છે. આ પશુઓને કારણે ઘણીવાર મોટા અકસ્માતો પણ થતા હોય છે. રખડતા ઢોરને કારણે રોજ અનેક અકસ્માતોના સમાચાર સામે આવતા હોય છે. રખડતા ઢોર સાથે અથડાતા અનેક લોકો ઘાયલ થાય છે, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ઉત્તર પ્રદેશના મુરાદાબાદનો છે. એક મહિલા પોતાના ઘરની બહાર ઉભેલી એક ગૌમાતાને પોલિથીનમાં રહેલી રોટલી ખવડાવવા જાય છે. જેવી તે મહિલા પોલિથીનમાંથી રોટલી કાઢવાનો પ્રયાસ કરે છે તેવામાં ગૌમાતા ગુસ્સે ભરાઈ છે. ગાયે પોતાના શિંગડાથી મહિલાને હવામાં 5 ફૂટ સુધી ઉછાળીને જમીન પર ફેંકી હતી.

વીડિયો જોઈને એવુ લાગી રહ્યુ છે કે મહિલાના હાથમાં પોલિથીન જોઈ ગૌમાતા ગુસ્સે ભરાયા હશે. જણાવી દઈએ કે ભૂતકાળમાં ઘણીવાર જમવાની સામગ્રી સાથે પોલિથીનના સેવનથી અનેક ગૌમાતા અને પશુઓના મોત થયા છે. આ ઘટના બાદ મહિલાને તરત જ 108 એમ્બુલેન્સમાં બેસાડી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ગૌમાતાના હુમલાને કારણે મહિલાના પગમાં ફ્રેક્ચર થયું હતું.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ઈકો ફ્રેન્ડલી ગૌમાતા. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો.