Cloudburst Video : જેમ જીવનમાં સુખ સાથે દુખ આવે છે. ગુલાબના ફૂલ સાથે કાંટા આવે છે. તેમ વરસાદની સાથે કીચડ અને તબાહીના દ્રશ્યો સાથે આવે જ છે. વરસાદને કારણેઆહલાદ્ક બનેલું વાતાવરણ દરેકને પ્રિય હોય છે. પણ જ્યારે વાદળ ફાટવા જેવી ઘટના બને છે ત્યારે ચારેય તરફ તબાહીના દ્રશ્યો જોવા મળે છે. ચાલો જાણીએ વરસાદના 12 પ્રકાર (Types Of Rain) અને વાદળ ફાટવાની ઘટના વિશે.
જ્યારે એક જગ્યા પર અચાનક એકસાથે ભારે વરસાદ પડે તેને વાદળ ફાટવુ કહે છે. જેવી રીતે પાણીથી ભરેલા ફૂગ્ગાને ફોડવામાં આવે તો બધુ જ પાણી એક જગ્યાએ જ પડવા લાગે છે. તેવી જ રીતે વાદળ ફાટવાથી પાણી અચાનકથી જમીન પર પડવા લાગે છે. વાદળ ફાટવાને “ફ્લેશ ફ્લડ” અથવા તો “ક્લાઉડ બર્સ્ટ” પણ કહેવાય છે. વર્ષ 2013માં કેદારનાથમાં વાદળ ફાટવાથી ભારે તબાહી થઈ હતી.
આ પણ વાંચો : Viral Video : બાથરૂમમાં દેખાઈ ગરોળીની આખી સેના, લોકોએ કહ્યું- ટોયલેટ છે કે એમેઝોનનું જંગલ
☁️ Avusturya’daki Millstatt gölü üzerinde patlayan yağmur bulutu. pic.twitter.com/tfHuqDXnx4
— Bilimle Kalın (@BilimleKalin) February 18, 2022
આ પણ વાંચો : “કાશ્મીર ભારતને આપી દો” પાકિસ્તાની જનતાનો અવાજ, સોશિયલ મીડિયામાં Viral Video આવ્યો સામે