Pakistan Pawri Girl : દુનિયામાં ઘણા લોકો એવા હોય છે કે જે લોકો વચ્ચે જલ્દી ફેમસ થવા માંગે છે. તેના માટે તેઓ જાત જાતના અખતરા કરતા હોઈ છે. કેટલાક લોકો આ ચક્કરમાં ટ્રોલ પણ થતા હોય છે. ઢિંન્ચેક પૂજા અને ઉર્ફી જાવેદ તેના જ ઉદાહરણ છે. થોડા સમય પહેલા પાકિસ્તાનીની એક યુવતીનો વીડિયો ભારે વાયરલ (Viral Video) થયો હતો. તેનું નામ દાનાનીર મોબિન હતું. તે ‘પાવરી ગર્લ’ તરીકે જાણીતી થઈ હતી. હાલમાં તેનો બીજો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેનું ટેલેન્ટ જોવા મળી રહ્યુ છે.
દાનાનીર મોબિનને હાલમાં એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તે બોલીવુડનું એક સોન્ગ ગાઈ રહી છે. તે વર્ષ 2002માં રિલીઝ થયેલી બોલિવુડની ફિલ્મ ‘સાથિયા’ નું સોન્ગ ‘ચુપકે સે…’ ગાઈ રહી હતી. તે ખુબ મધુર અવાજમાં આ સોન્ગ ગાઈ રહી છે. તેને સાંભળીને એવું લાગશે કે આ કોઈ પ્રોફએશનલ સિંગર છે. તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, આ સોન્ગ માટે ખુબ પસંદ છે અને મેં તેને ગાઈ જોયું. હું પ્રોફેશનલ સિંગર નથી, તો કૃપા કરીને નફરત ન કરતા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. પાકિસ્તાની જાણીતી હસ્તીઓ પણ તેની ખુબ પ્રસંશા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર કોમેન્ટ દ્વારા તેના ટેલેન્ટની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, ચહેરાની સાથે સાથે અવાજ પણ એટલો સુંદર છે. કોમેન્ટ બોક્સમાં તેના માટે ખુબ પ્રેમ વર્શી રહ્યો છે,.
આ વીડિયો પછી દાનનીર મોબીન ભારત અને પાકિસ્તાનમાં ખુબ ફેમસ થઈ હતી. તેને ઘણા શો, સિરિયલ અને ડ્રામામાં કામ કરવાની તક પણ મળી હતી. તેના શબ્દની નાનકડી ભૂલને કારણે તેની ઘણી લોકપ્રિયતા મળી છે.