Viral Video: નહીં જોઈ હોય આવી ‘ઉત્તરાયણ સ્પેશિયલ ચીકી’, ચીકીના વિચિત્ર ફૂડ કોમ્બિનેશનનો વીડિયો થયો વાયરલ

Masala Chikki : ભારતીય ઉત્સવની ઊજવણીની સાથે સાથે ખાવાના પણ શોખીન હોય છે. અલગ અલગ તહેવાર સાથે અવનવી વાનગી પણ બનતી હોય છે. એવી જ એક વાનગીનું વિચિત્ર રુપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: નહીં જોઈ હોય આવી ઉત્તરાયણ સ્પેશિયલ ચીકી, ચીકીના વિચિત્ર ફૂડ કોમ્બિનેશનનો વીડિયો થયો વાયરલ
Uttarayan Special Mashala Chikki Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 16, 2023 | 11:50 PM

ભારત તહેવારનો દેશ છે. ભારતના લોકો ઉત્સવપ્રિય લોકો છે. અહીં વર્ષમાં દરેક મહિનામાં અલગ અલગ ધર્મના તહેવારો આવતા રહે છે. ભારતની 130 કરોડ જનતા ઉત્સાહ સાથે દરેક તહેવાર સાથે ઉજવતી હોય છે. ભારતની ધરતીથી દૂર કોઈ અન્ય દેશમાં રહી પણ ભારતીયો ભારતના તહેવારો ઉજવતા હોય છે અને પોતાની સંતાનને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. ભારતીય ઉત્સવની ઊજવણીની સાથે સાથે ખાવાના પણ શોખીન હોય છે. અલગ અલગ તહેવાર સાથે અવનવી વાનગી પણ બનતી હોય છે. એવી જ એક વાનગીનું વિચિત્ર રુપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં જ ઉત્તરાયણનો તહેવાર ઉત્સાહ અને ઉલ્લાસ સાથે પૂરો થયો હતો. આ તહેવારમાં ચીકી જેવા વ્યંજન ખાવામાં આવે છે. આ જ ચીકી સાથે એક વ્યક્તિ વિચિત્ર પ્રયોગ કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક ફૂડ સ્ટોલ જોવા મળી રહ્યું છે. એક વ્યક્તિ એક ડિશમાં કેટલીક ચીકી લે છે અને તેના પર એક ચાટ પર નાંખવામાં આવતી તમામ વસ્તુઓ નાંખે છે. આ વિચિત્ર ફૂડ કોમ્બિનેશનનો વીડિયો જોઈ યુઝર્સ ચોંકી ગયા છે. વીડિયો જોઈ કેટલાક લોકો તેના સ્વાદની કલ્પના કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો : Viral Video: રશ્મિકા અને વિજયના ડાન્સ સોન્ગ પર થિયેટરમાં ઝૂમી ઉઠી વૃદ્ધ મહિલા, લોકોએ કહ્યું – દાદી હજુ જવાન છે

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ વીડિયો જોઈ મને ઉલ્ટી થઈ ગઈ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ પેઢીને થયું છે શું.