અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી ભાન ભૂલ્યા, વીડિયો જોઈ લોકોએ કહ્યુ- ઉંમરની અસર દેખાવા લાગી

|

Sep 30, 2022 | 7:07 PM

આ પહેલા પણ સ્ટેજ પર સ્પીચ બાદ વિચિત્ર હરકત, સાઈકલ પર નિયંત્રણ ન રહેતા પડી જવુ, વિમાનની સીડી ચઢતા ચઢતા પડી જવું વગેરે જેવી ઘટનાને કારણે તેઓ ભારે ચર્ચામાં આવ્યા હતા. હાલમાં પણ તેમની આવી જ એક હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી ભાન ભૂલ્યા, વીડિયો જોઈ લોકોએ કહ્યુ- ઉંમરની અસર દેખાવા લાગી
US president joe biden Viral Video
Image Credit source: TV9 gfx

Follow us on

Funny Video : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તેમની ભૂલવાની આદતને કારણે ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સ્ટેજ પર સ્પીચ આપ્યા બાદ તેઓ ફરી ભાન ભૂલ્યા અને ખોટી દિશામાં જતા રહ્યા. આવી ઘટના આજે ફરીવાર બની છે. આ પહેલા પણ સ્ટેજ પર સ્પીચ બાદ વિચિત્ર હરકત, સાઈકલ પર નિયંત્રણ ન રહેતા પડી જવુ, વિમાનની સીડી ચઢતા ચઢતા પડી જવું વગેરે જેવી ઘટનાને કારણે તેઓ ભારે ચર્ચામાં આવ્યા હતા. હાલમાં પણ તેમની આવી જ એક હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિનો વાયરલ થઈ રહેલો વીડિયો

 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ FEMA કંપનીના એક કાર્યક્રમમાં ભાષણ આપ્યા બાદ આભાર કહીને બીજી દિશામાં જઈ રહ્યા છે. તેમને સાચી દિશા બતાવવા માટે તેમની પાછળ ઊભી એક મહિલા અધિકારી તેમને “મિસ્ટર પ્રેસિડેન્ટ” કહી બોલાવે પણ છે. બીજા એક અધિકારી પણ અમેરિકાના રાષ્ટ્રપતિને ખોટી દિશામાં જતા જોઈ ચોંકી જાય છે. રાષ્ટ્રપતિ જ્યારે ખ્યાલ આવે છે કે તેઓ ખોટી દિશામાં ગયા છે, તો પરિસ્થિતિને સંભાળવા તેઓ અધિકારીઓ વચ્ચે જઈને તેમની સાથે હાથ મીલાવવા લાગે છે. તેમના આ વર્તનને જોઈ ત્યા હાજર તમામ લોકો ચોંકી ગાય હતા.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, કાકા તમારી ઉંમર થઈ ગઈ છે, ઘરે જાઓ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, રાષ્ટ્રપતિની જેમ અમેરિકા પણ ખોટી દિશામાં ન જતુ રહે એ જોજો.

અમેરિકાના મીડિયા પર ઉડાડી રહી છે તેમના રાષ્ટ્રપતિની મજાક

 

અમેરિકામાં રાષ્ટ્રપતિના આ વર્તનને કારણે સોશિયલ મીડિયા અને ન્યૂઝ મીડિયામાં તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે. તેમના મતે, જો બાઈડેનને કારણે આખી દુનિયા અમેરિકા પર પણ હસી રહી છે.

આ પહેલા પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ગયા હતા ખોટી દિશામાં

 

આ પહેલા પણ રાષ્ટ્રપતિ જો બાઈડેન શરમજનક સ્થિતિમાં મુકાયા છે. તેનો વીડિયો પણ થોડા સમય પહેલા વાયરલ થયો હતો. જેમાં તેઓ સ્ટેજ પર સ્પીચ આપ્યા બાદ વિચિત્ર હરકત કરતા જોવા મળ્યા હતા. ભવિષ્યમાં પણ આવી ઘટના બની શકે છે તેમાં નવાઈ નથી.

Next Article