Viral Video: ટ્રકની નીચે આવી ગઈ છતા મોતને આપી માત, ચમત્કાર જોઈ હેરાન થઈ ગયા લોકો

Accident Shocking Video: સોશિયલ મીડિયા પર અકસ્માતને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં વધુ એક અકસ્માતનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: ટ્રકની નીચે આવી ગઈ છતા મોતને આપી માત, ચમત્કાર જોઈ હેરાન થઈ ગયા લોકો
Viral Video
| Edited By: | Updated on: Feb 26, 2023 | 10:41 AM

રસ્તા પર કોઈપણ વાહન ચલાવતી વખતે પૂરે પૂરી ધ્યાન રાખવું જોઈએ. જરા પર ધ્યાન ભટકે તો મોટો અકસ્માત થઈ શકે છે. સોશિયલ મીડિયા પર અકસ્માતને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. આવા અકસ્માતમાં ઘણા ઓછા લોકોના જીવ બચતા હોય છે. હાલમાં અકસ્માતનો આવો જ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ તમે પણ દંગ રહી જશો.

રસ્તા પર આપણે જોઈએ છીએ કે જ્યારે કોઈ ટ્રાફિક જામ હોય છે, ત્યારે ટુ-વ્હીલર્સ ચાલકો તેમની બાઈક અને સ્કૂટીને મોટા વાહનોની વચ્ચેથી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. આવું જ કંઈક આ વીડિયોમાં જોવા મળ્યું હતું. જ્યારે યુવતી ટ્રકની આગળથી પોતાની સ્કૂટી લઈને નીકળી રહી છે, ત્યારે અચાનક જ ટ્રાફિક શરૂ થઈ જાય છે અને યુવતી ટ્રકની નીચે આવી જાય છે, આખી ટ્રક તેની ઉપરથી પસાર થઈ જાય છે. વીડિયો જોયા બાદ એક વાર તો એવું લાગે છે કે યુવતીનો જીવ બચશે નહીં, પરંતુ ચમત્કારિક રીતે તેનો જીવ બચી ગયો.

 આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ પણ વાંચો :  Shocking Video : કેમેરામાં કેદ થયું LIVE DEATH, હલ્દી સેરેમનીમાં હસતા હસતા નીકળી ગયા પ્રાણ, જુઓ VIDEO

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાનની કૃપા હતી એટલે બચી ગઈ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વહાન ચવાવવામાં ધ્યાન રાખો, તમારે પરિવાર ઘરે રાહ જોઈ રહ્યો છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.